1. મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ; [QBR] તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો. [QBR]
2. તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો [QBR] અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં. [QBR]
3. તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે. [QBR] ઘણા તે જોશે અને બીશે [QBR] અને યહોવાહ પર ભરોસો રાખશે. [QBR]
4. જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે [QBR] અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે. [QBR]
5. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે [QBR] અને અમારા સંબંધી તમારા જે વિચારો છે [QBR] તે એટલા બધા છે કે તેઓને [QBR] તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; [QBR] જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, [QBR] તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે. [QBR]
6. તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, [QBR] પણ તમે મારા કાન ઉઘાડ્યા છે; [QBR] તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી. [QBR]
7. પછી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું; [QBR] પુસ્તકમાં મારા વિષે લખેલું છે. [QBR]
8. હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું.” [QBR]
9. ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; [QBR] હે યહોવાહ, તે તમે જાણો છો. [QBR]
10. મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; [QBR] મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; [QBR] તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી. [QBR]
11. હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; [QBR] તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. [QBR]
12. કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; [QBR] મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; [QBR] તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે [QBR] અને મારું હૃદય નિર્બળ થયું છે. [QBR]
13. હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો; [QBR] હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો. [QBR]
14. જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે [QBR] તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. [QBR] જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, [QBR] તેઓ પાછા હઠો અને બદનામ થાઓ. [QBR]
15. જેઓ મને કહે છે કે, “આહા, આહા.” [QBR] તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ. [QBR]
16. પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; [QBR] જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, [QBR] “યહોવાહ મોટા મનાઓ.” [QBR]
17. હું દીન તથા દરિદ્રી છું; [QBR] પ્રભુ મારી ચિંતા કરશે. [QBR] તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; [QBR] હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો. [PE]