પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; [QBR] સંકટને સમયે તમે મને છોડાવજો. [QBR]
2. હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? [QBR] તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ
3. પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. [QBR] હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. [QBR]
4. તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! [QBR] તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ
5. ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો [QBR] અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. [QBR]
6. ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” [QBR] યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. [QBR]
7. લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, [QBR] તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. [QBR]
8. હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, [QBR] કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 4 / 150
Psalms 4:89
1 હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; સંકટને સમયે તમે મને છોડાવજો. 2 હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ 3 પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. 4 તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ 5 ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. 6 ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. 7 લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. 8 હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
Total 150 Chapters, Selected Chapter 4 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References