1. મેં નક્કી કર્યું કે, “હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ [QBR] કે જેથી હું મારી જીભે પાપ ન કરું. [QBR] જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી [QBR] હું મારા મોં પર લગામ રાખીશ. [QBR]
2. હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો [QBR] અને મારો શોક વધી ગયો. [QBR]
3. મારું હૃદય મારામાં તપી ગયું; [QBR] જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. [QBR] પછી અંતે હું બોલ્યો કે, [QBR]
4. “હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે? [QBR] અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો. [QBR] હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો. [QBR]
5. જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે [QBR] અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. [QBR] ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે. [QBR]
6. નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે. [QBR] નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે [QBR] તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી. [QBR]
7. હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? [QBR] તમે જ મારી આશા છો. [QBR]
8. મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: [QBR] મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો. [QBR]
9. હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી [QBR] કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું. [QBR]
10. હવે મને વધુ શિક્ષા ન કરશો, [QBR] તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું. [QBR]
11. જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, [QBR] ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; [QBR] નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે. [QBR]
12. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; [QBR] મારાં આંસુ જોઈને! [QBR] શાંત બેસી ન રહો, [QBR] કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું. [QBR]
13. હું મૃત્યુ પામું તે અગાઉ, [QBR] તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે જેથી હું ફરીથી હર્ષ પામું. [PE]