1. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; [QBR] તમારા કોપમાં મને શિક્ષા ન કરો. [QBR]
2. કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે [QBR] અને તમારો હાથ મને જોરથી દાબે છે. [QBR]
3. તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; [QBR] મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી. [QBR]
4. કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; [QBR] ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે. [QBR]
5. મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે [QBR] મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે. [QBR]
6. હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું; [QBR] હું આખો દિવસ શોક કર્યા કરું છું. [QBR]
7. કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે [QBR] અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે. [QBR]
8. હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું; [QBR] મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું. [QBR]
9. હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો [QBR] અને મારો વિલાપ તમને અજાણ્યો નથી. [QBR]
10. મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે [QBR] અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. [QBR]
11. મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે; [QBR] મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે. [QBR]
12. જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. [QBR] જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે [QBR] અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે. [QBR]
13. પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી; [QBR] મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું. [QBR]
14. જે માણસ સાંભળતો નથી [QBR] અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું. [QBR]
15. હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; [QBR] હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો. [QBR]
16. મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ. [QBR] જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે. [QBR]
17. કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું [QBR] અને હું સતત દુઃખમાં છું. [QBR]
18. હું મારા અન્યાયને કબૂલ કરું છું; [QBR] હું મારા પાપને કારણે શોક કરું છું. [QBR]
19. પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; [QBR] જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે. [QBR]
20. તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; [QBR] તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું. [QBR]
21. હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; [QBR] હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ. [QBR]
22. હે પ્રભુ, મારા ઉદ્ધારક, [QBR] મને સહાય કરવાને ઉતાવળ કરો. [PE]