1. હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; [QBR] મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો. [QBR]
2. નાની તથા મોટી ઢાલ સજીને [QBR] મારી સહાયને માટે ઊભા થાઓ. [QBR]
3. જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; [QBR] મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.” [QBR]
4. જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ. [QBR] જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો. [QBR]
5. તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, [QBR] તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો. [QBR]
6. તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, [QBR] યહોવાહનો દૂત તેઓની પાછળ પડો. [QBR]
7. તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; [QBR] વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. [QBR]
8. તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. [QBR] પોતાના ફાંદામાં તેઓ પોતે જ ફસાઈ પડો. [QBR] પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ. [QBR]
9. પણ હું યહોવાહમાં આનંદ કરીશ [QBR] અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ. [QBR]
10. મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? [QBR] જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે [QBR] અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.” [QBR]
11. જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; [QBR] તેઓ મારા પર આરોપ મૂકે છે. [QBR]
12. તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. [QBR] જેથી હું અનાથ થઈ જાઉં છું. [QBR]
13. પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; [QBR] હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો [QBR] અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી. [QBR]
14. તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; [QBR] પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો. [QBR]
15. પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; [QBR] હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા. [QBR]
16. કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી; [QBR] તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો. [QBR]
17. હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? [QBR] તેઓના સંહારથી મારા જીવને [QBR] તથા સિંહોથી મારા આત્માને બચાવી લો. [QBR]
18. એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; [QBR] ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ. [QBR]
19. મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; [QBR] જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો. [QBR]
20. કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, [QBR] પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે. [QBR]
21. તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; [QBR] તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.” [QBR]
22. હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો; [QBR] હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ. [QBR]
23. મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; [QBR] હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો. [QBR]
24. હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; [QBR] તેઓને મારા પર આનંદ કરવા ન દો. [QBR]
25. તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” [QBR] તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.” [QBR]
26. મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. [QBR] મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ. [QBR]
27. જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; [QBR] તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, [QBR] તે યહોવાહની સ્તુતિ થાઓ. [QBR]
28. ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ [QBR] અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ. [PE]