પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, [QBR] તે આશીર્વાદિત છે. [QBR]
2. જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, [QBR] તે આશીર્વાદિત છે. [QBR]
3. જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ [QBR] છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. [QBR]
4. કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. [QBR] જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
5. મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં [QBR] અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. [QBR] મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” [QBR] અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ
6. તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. [QBR] પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. [QBR]
7. તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. [QBR] તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ
8. ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. [QBR] મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. [QBR]
9. ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, [QBR] જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, [QBR] નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. [QBR]
10. દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે [QBR] પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. [QBR]
11. હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; [QBR] હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 32 / 150
Psalms 32:71
1 જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે. 2 જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે. 3 જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. 4 કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ 5 મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ 6 તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. 7 તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ 8 ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. 9 ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. 10 દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. 11 હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.
Total 150 Chapters, Selected Chapter 32 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References