પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, [QBR] તે આશીર્વાદિત છે. [QBR]
2. જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, [QBR] તે આશીર્વાદિત છે. [QBR]
3. જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ [QBR] છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં. [QBR]
4. કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. [QBR] જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
5. મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં [QBR] અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. [QBR] મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” [QBR] અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ
6. તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. [QBR] પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ. [QBR]
7. તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. [QBR] તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ
8. ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. [QBR] મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. [QBR]
9. ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, [QBR] જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, [QBR] નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા. [QBR]
10. દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે [QBR] પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે. [QBR]
11. હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; [QBR] હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 32 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 32:1
1. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે,
તે આશીર્વાદિત છે.
2. જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી,
તે આશીર્વાદિત છે.
3. જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ
છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
4. કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
5. મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં
અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી.
મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ
6. તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે.
પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
7. તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો.
તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ
8. ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.
મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
9. ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી,
જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે,
નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી શકે, માટે તેઓના જેવો અણસમજુ થા.
10. દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે
પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
11. હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ;
હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો. PE
Total 150 Chapters, Current Chapter 32 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References