1. [QS]હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; [QE][QS]મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. [QE][QS]તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો. [QE]
2. [QS]મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; [QE][QS]તમે મારે માટે મજબૂત ગઢ [QE][QS]તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ. [QE]
3. [QS]કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; [QE][QS]માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો. [QE]
4. [QS]મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, [QE][QS]કારણ કે તમે મારો આશ્રય છો. [QE]
5. [QS]હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; [QE][QS]હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. [QE]
6. [QS]જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, [QE][QS]પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું. [QE]
7. [QS]હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, [QE][QS]કેમ કે તમે મારું દુ:ખ જોયું છે; [QE][QS]તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે. [QE]
8. [QS]તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. [QE][QS]તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે. [QE]
9. [QS]હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; [QE][QS]ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે. [QE]
10. [QS]કેમ કે સંતાપથી મારી જિંદગી [QE][QS]અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. [QE][QS]મારા પાપના કારણે મારું બળ ઘટે છે [QE][QS]અને મારાં હાડકાં ક્ષીણ થાય છે. [QE]
11. [QS]મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; [QE][QS]મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે [QE][QS]અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. [QE][QS]જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે. [QE]
12. [QS]મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. [QE][QS]હું તૂટી ગયેલા વાસણ જેવો છું. [QE]
13. [QS]કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, [QE][QS]ચારે બાજુ ધાસ્તી છે [QE][QS]તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. [QE][QS]તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે. [QE]
14. [QS]પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; [QE][QS]મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.” [QE]
15. [QS]મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. [QE][QS]મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો. [QE]
16. [QS]તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; [QE][QS]તમારી કૃપાથી મને બચાવો. [QE]
17. [QS]હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! [QE][QS]દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. [QE]
18. [QS]જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી [QE][QS]તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ. [QE]
19. [QS]જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, [QE][QS]તથા તમારા પર ભરોસો રાખનારને માટે [QE][QS]મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, [QE][QS]તે કેટલી મોટી છે! [QE]
20. [QS]તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. [QE][QS]તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો. [QE]
21. [QS]યહોવાહની સ્તુતિ થાઓ, [QE][QS]કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણુ દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી. [QE]
22. [QS]અધીરતાથી મેં કહી દીધું હતું કે, [QE][QS]“તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,” [QE][QS]તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતિ કરી, [QE][QS]ત્યારે તમે મારું સાંભળ્યું. [QE]
23. [QS]હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. [QE][QS]યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, [QE][QS]પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે. [QE]
24. [QS]જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, [QE][QS]તે બળવાન તથા હિંમતવાન થાઓ. [QE]