1. હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી. [QBR]
2. હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે. [QBR]
3. હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી. [QBR]
4. હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો. [QBR]
5. તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. [QBR] રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે. [QBR]
6. હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.” [QBR]
7. હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે; [QBR] પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો. [QBR]
8. હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી! [QBR]
9. જો હું કબરમાં જાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે? [QBR]
10. હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ. [QBR]
11. તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં. [QBR]
12. જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ! [PE]