1. યહોવાહ મારા ઉધ્ધારનાર તથા પ્રકાશ છે; [QBR] હું કોનાથી બીહું ? [QBR] યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; [QBR] મને કોનો ભય લાગે? [QBR]
2. જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, [QBR] ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે. [QBR]
3. જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, [QBR] તોપણ હું મનમાં ડરીશ નહિ; [QBR] જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, [QBR] તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ. [QBR]
4. યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: [QBR] કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, [QBR] જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું [QBR] અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું. [QBR]
5. કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; [QBR] તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. [QBR] તે મને ખડક પર ચઢાવશે! [QBR]
6. પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે [QBR] અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! [QBR] હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ! [QBR]
7. હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! [QBR] મારા પર દયા કરીને મને ઉત્તર આપો! [QBR]
8. મારું હૃદય તમારા વિષે કહે છે કે, [QBR] “તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ! [QBR]
9. તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; [QBR] કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! [QBR] તમે મારા સહાયકારી થયા છો; [QBR] હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો! [QBR]
10. જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, [QBR] તોપણ યહોવાહ મને સંભાળશે. [QBR]
11. હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! [QBR] મારા શત્રુઓને લીધે [QBR] મને સરળ માર્ગે દોરી જાઓ. [QBR]
12. મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, [QBR] કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા [QBR] મારી વિરુદ્ધ ઊઠ્યા છે! [QBR]
13. આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત! [QBR]
14. યહોવાહની રાહ જો; [QBR] બળવાન થા અને હિંમત રાખ! [QBR] હા, યહોવાહની રાહ જો! [PE]