1. હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? [QBR] મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો? [QBR]
2. હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; [QBR] અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી! [QBR]
3. તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, [QBR] તમે પવિત્ર છો. [QBR]
4. અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; [QBR] તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા. [QBR]
5. તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. [QBR] તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ. [QBR]
6. પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, [QBR] માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. [QBR]
7. જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; [QBR] તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે. [QBR]
8. તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; [QBR] યહોવાહ તને છોડાવશે. [QBR] તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.” [QBR]
9. તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; [QBR] જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો. [QBR]
10. હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું [QBR] મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો! [QBR]
11. તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; [QBR] મને સહાય કરનાર કોઈ નથી. [QBR]
12. ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; [QBR] બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે. [QBR]
13. ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ [QBR] તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે. [QBR]
14. જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે [QBR] અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. [QBR] મારું હૃદય મીણના જેવું બની ગયું છે; [QBR] તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે. [QBR]
15. મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; [QBR] મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. [QBR] તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે. [QBR]
16. કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; [QBR] મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે [QBR] તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે. [QBR]
17. હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. [QBR] તેઓ મને ધારીને જુએ છે; [QBR]
18. તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, [QBR] તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે. [QBR]
19. હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; [QBR] હે મારા સામર્થ્ય, મારી મદદે આવો. [QBR]
20. મને આ તરવારથી બચાવો, [QBR] મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો. [QBR]
21. મને સિંહોનાં મોંમાંથી બચાવો; [QBR] તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મારું રક્ષણ કરો. [QBR]
22. હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; [QBR] હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ. [QBR]
23. હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! [QBR] તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! [QBR] હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો. [QBR]
24. કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; [QBR] યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; [QBR] જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું. [QBR]
25. હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; [QBR] તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. [QBR]
26. દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; [QBR] જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. [QBR] તમારું હૃદય સર્વકાળ જીવો. [QBR]
27. પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; [QBR] વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે. [QBR]
28. કારણ કે રાજ્ય યહોવાહનું છે; [QBR] તે સર્વ પ્રજા પર રાજ કરે છે. [QBR]
29. પૃથ્વીના સર્વ મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; [QBR] જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને [QBR] બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે. [QBR]
30. તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; [QBR] આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણુ પ્રગટ કરવામાં આવશે. [QBR]
31. તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; [QBR] તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે! [PE]