1. હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! [QBR] તમે કરેલા ઉધ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે! [QBR]
2. તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે [QBR] તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી. [QBR]
3. કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; [QBR] તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો. [QBR]
4. તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; [QBR] તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું. [QBR]
5. તમારા મહિમાથી તેને વિજય મળે છે; [QBR] તમે તેને માન તથા મહિમા બક્ષો છો. [QBR]
6. કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; [QBR] તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો. [QBR]
7. કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; [QBR] તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ. [QBR]
8. તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; [QBR] તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે. [QBR]
9. તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. [QBR] યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે [QBR] અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે. [QBR]
10. તમે પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશો; [QBR] મનુષ્યોમાંથી તેમના વંશજો નાશ પામશે. [QBR]
11. કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ દુષ્ટતા કરવાનું ધાર્યું છે; [QBR] જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી છે. [QBR]
12. તમે તમારી પાછળથી તેઓનાં મુખ સામે [QBR] તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે. [QBR]
13. હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ; [QBR] અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું. [PE]