પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; [QBR] યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. [QBR]
2. પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો [QBR] અને સિયોનમાંથી તને બળ આપો. [QBR]
3. તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો [QBR] અને તારું દહનાર્પણ માન્ય કરો. [QBR]
4. તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો [QBR] અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. [QBR]
5. તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું [QBR] અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. [QBR] યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. [QBR]
6. હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; [QBR] તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની [QBR] તારકશક્તિથી તેને જવાબ આપશે. [QBR]
7. કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, [QBR] પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. [QBR]
8. તેઓ નમીને પડી ગયા છે; [QBR] પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. [QBR]
9. હે યહોવાહ, રાજાને વિજય આપો; [QBR] જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 20 / 150
Psalms 20:80
1 સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. 2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો. 3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનાર્પણ માન્ય કરો. 4 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. 5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. 6 હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે. 7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. 8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. 9 હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
Total 150 Chapters, Selected Chapter 20 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References