પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. વિદેશીઓ શા માટે તોફાન કરે છે? [QBR] અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? [QBR]
2. યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ [QBR] પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે [QBR] અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, [QBR]
3. “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; [QBR] અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” [QBR]
4. આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; [QBR] પ્રભુ તેઓને તુચ્છ ગણશે. [QBR]
5. પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે [QBR] અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, [QBR]
6. “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં [QBR] મારા રાજાને અભિષિક્ત કર્યો છે.” [QBR]
7. હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. [QBR] તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! [QBR] આજે મેં તને જન્મ આપ્યો છે. [QBR]
8. તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો [QBR] અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. [QBR]
9. તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; [QBR] તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.” [QBR]
10. તેથી હવે, રાજાઓ, તમે સમજો; [QBR] ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. [QBR]
11. ભયથી યહોવાહની સેવા કરો [QBR] અને કંપીને હર્ષ પામો. [QBR]
12. તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો [QBR] કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે [QBR] જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 2 / 150
Psalms 2:71
1 વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? 2 યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, 3 “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” 4 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. 5 પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, 6 “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.” 7 હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે. 8 તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. 9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.” 10 તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. 11 ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો. 12 તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
Total 150 Chapters, Selected Chapter 2 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References