1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; [QE][QS]ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો. [QE]
2. [QS]તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; [QE][QS]તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો. [QE]
3. [QS]સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; [QE][QS]સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો. [QE]
4. [QS]આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો [QE][QS]આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો. [QE]
5. [QS]યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, [QE][QS]કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં. [QE]
6. [QS]વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; [QE][QS]જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે. [QE]
7. [QS]હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, [QE][QS]હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો. [QE]
8. [QS]અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, [QE][QS]આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે, [QE]
9. [QS]પર્વતો તથા ડુંગરો [QE][QS]ફળવૃક્ષો તથા સર્વ દેવદારો, [QE]
10. [QS]વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, [QE][QS]પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ, [QE]
11. [QS]પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, [QE][QS]રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, [QE]
12. [QS]જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, [QE][QS]વૃદ્ધો તથા બાળકો. [QE]
13. [QS]તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, [QE][QS]કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે [QE][QS]અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે. [QE]
14. [QS]તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે [QE][QS]જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે, [QE][QS]તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે. [QE][QS]યહોવાહની સ્તુતિ કરો. [QE]