1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર. [QBR]
2. મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ; [QBR] મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ. [QBR]
3. તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો, [QBR] કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી. [QBR]
4. જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; [QBR] તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે. [QBR]
5. જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે, [QBR] જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે. [QBR]
6. યહોવાહે પૃથ્વી તથા આકાશ, [QBR] સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; [QBR] તે સદા સત્ય પાળનાર છે. [QBR]
7. તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે [QBR] અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. [QBR] યહોવાહ કેદીઓને છોડાવે છે. [QBR]
8. યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; [QBR] યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; [QBR] યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે. [QBR]
9. યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે; [QBR] તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે, [QBR] પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે. [QBR]
10. યહોવાહ સદાકાળ રાજ કરશે, [QBR] હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]