1. હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; [QBR] હું સદા તમારા નામની સ્તુતિ કરીશ. [QBR]
2. હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; [QBR] સદા હું તમારા નામની સ્તુતિ કરીશ. [QBR]
3. યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; [QBR] તેમની મહાનતા સમજશક્તિની બહાર છે. [QBR]
4. પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે [QBR] અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે. [QBR]
5. હું તમારી મહાનતા તથા તમારા મહિમા [QBR] અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ. [QBR]
6. લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; [QBR] હું તમારી મહાનતા વર્ણવીશ. [QBR]
7. તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે [QBR] અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે. [QBR]
8. યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, [QBR] તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે. [QBR]
9. યહોવાહ સર્વને હિતકારક છે; [QBR] પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે. [QBR]
10. હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; [QBR] તમારા ભક્તો તમારી સ્તુતિ કરો. [QBR]
11. તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; [QBR] અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે. [QBR]
12. સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે [QBR] અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે. [QBR]
13. તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે [QBR] અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે. [QBR]
14. સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે [QBR] અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે. [QBR]
15. સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; [QBR] તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો. [QBR]
16. તમે તમારો હાથ ખોલો છો, [QBR] એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે. [QBR]
17. યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે [QBR] અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે. [QBR]
18. જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, [QBR] તેઓની સાથે યહોવાહ રહે છે. [QBR]
19. જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; [QBR] તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે. [QBR]
20. તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, [QBR] પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે. [QBR]
21. મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; [QBR] સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો. [PE]