પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, [QBR] તે મારા હાથને [QBR] અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે. [QBR]
2. તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, [QBR] મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, [QBR] તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, [QBR] તમે મારા લોકોને મારે તાબે કરો છો. [QBR]
3. હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો [QBR] અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો? [QBR]
4. માણસ તો શ્વાસ જેવું છે; [QBR] તેના દિવસો સરી જતી છાયા જેવા છે. [QBR]
5. હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; [QBR] પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે. [QBR]
6. વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; [QBR] તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો. [QBR]
7. ઉપરથી તમારા હાથ લંબાવો; [QBR] ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો [QBR] વિદેશીઓના હાથમાંથી મને બચાવો. [QBR]
8. તેઓનાં મુખ જૂઠું બોલે છે [QBR] અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે. [QBR]
9. હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; [QBR] દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ. [QBR]
10. તમે રાજાઓને તારણ આપો છો; [QBR] તમે તમારા સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવ્યો. [QBR]
11. મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો [QBR] તેઓનું મુખ મિથ્યા બોલે છે [QBR] તેઓના જમણા હાથો કપટના હાથો છે. [QBR]
12. અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; [QBR] અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ. [QBR]
13. અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; [QBR] અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ. [QBR]
14. અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; [QBR] ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો [QBR] અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો. [QBR]
15. જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; [QBR] જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 144 / 150
Psalms 144:175
1 યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે. 2 તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે મારા લોકોને મારે તાબે કરો છો. 3 હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો? 4 માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે. 5 હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે. 6 વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો. 7 ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો. 8 તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે. 9 હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ. 10 તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવ્યો. 11 મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે. 12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ. 13 અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ. 14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો. 15 જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.
Total 150 Chapters, Selected Chapter 144 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References