પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, [QE][QS]તે મારા હાથને [QE][QS]અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે. [QE]
2. [QS]તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, [QE][QS]મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, [QE][QS]તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, [QE][QS]તમે મારા લોકોને મારે તાબે કરો છો. [QE]
3. [QS]હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો [QE][QS]અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો? [QE]
4. [QS]માણસ તો શ્વાસ જેવું છે; [QE][QS]તેના દિવસો સરી જતી છાયા જેવા છે. [QE]
5. [QS]હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; [QE][QS]પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે. [QE]
6. [QS]વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; [QE][QS]તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો. [QE]
7. [QS]ઉપરથી તમારા હાથ લંબાવો; [QE][QS]ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો [QE][QS]વિદેશીઓના હાથમાંથી મને બચાવો. [QE]
8. [QS]તેઓનાં મુખ જૂઠું બોલે છે [QE][QS]અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે. [QE]
9. [QS]હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; [QE][QS]દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ. [QE]
10. [QS]તમે રાજાઓને તારણ આપો છો; [QE][QS]તમે તમારા સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવ્યો. [QE]
11. [QS]મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો [QE][QS]તેઓનું મુખ મિથ્યા બોલે છે [QE][QS]તેઓના જમણા હાથો કપટના હાથો છે. [QE][PBR]
12. [QS]અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; [QE][QS]અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ. [QE]
13. [QS]અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; [QE][QS]અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ. [QE]
14. [QS]અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; [QE][QS]ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો [QE][QS]અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો. [QE]
15. [QS]જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; [QE][QS]જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 144 / 150
1 યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે. 2 તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે મારા લોકોને મારે તાબે કરો છો. 3 હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો? 4 માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે. 5 હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે. 6 વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો. 7 ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો. 8 તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે. 9 હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ. 10 તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવ્યો. 11 મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે. 12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ. 13 અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ. 14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો. 15 જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 144 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References