1. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો.
તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો! |
3. મારો શત્રુ મારી પાછળ પડ્યો છે;
તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે. |
5. હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું;
તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું. |
7. હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે.
તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં. |
8. મને સવારે તમારી કૃપા અનુભવવા દો;
કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું. |
10. મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો,
કારણ કે તમે મારા ઈશ્વર છો. તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ. |
12. તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણ કે હું તમારો સેવક છું. PE |