1. [QS]હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો. [QE]
2. [QS]મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; [QE][QS]તમે મારા વિચારો વેગળેથી સમજો છો. [QE]
3. [QS]જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; [QE][QS]તમે મારા બધા માર્ગોના માહિતગાર છો. [QE]
4. [QS]કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની [QE][QS]બધી વાતો પૂરેપૂરી જાણો છો. [QE]
5. [QS]તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે [QE][QS]અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે. [QE]
6. [QS]આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે; [QE][QS]તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી. [QE]
7. [QS]તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? [QE][QS]તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? [QE]
8. [QS]જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; [QE][QS]જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો. [QE]
9. [QS]જો હું પરોઢિયાની પાંખો લઈને [QE][QS]સમુદ્રને પેલે પાર જઈને વસું, [QE]
10. [QS]તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે [QE][QS]તમારો જમણો હાથ મને પકડી રાખશે. [QE]
11. [QS]જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે [QE][QS]અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;” [QE]
12. [QS]અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી. [QE][QS]રાત દિવસની જેમ પ્રકાશે છે, [QE][QS]કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે. [QE]
13. [QS]તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; [QE][QS]મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે. [QE]
14. [QS]હું તમારો આભાર માનીશ, [QE][QS]કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. [QE][QS]તમે મારા જીવન વિષે સઘળું જાણો છો. [QE]
15. [QS]જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, [QE][QS]જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, [QE][QS]ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું. [QE]
16. [QS]ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; [QE][QS]મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, [QE][QS]તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા. [QE]
17. [QS]હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! [QE][QS]તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે! [QE]
18. [QS]જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. [QE][QS]જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું. [QE]
19. [QS]હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; [QE][QS]હે ખૂની માણસો મારાથી દૂર થાઓ. [QE]
20. [QS]તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે; [QE][QS]તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે. [QE]
21. [QS]હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? [QE][QS]જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું? [QE]
22. [QS]હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; [QE][QS]તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું. [QE]
23. [QS]હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; [QE][QS]મને પારખો અને મારા વિચારો જાણી લો. [QE]
24. [QS]જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો [QE][QS]અને મને સનાતન માર્ગમાં ચલાવજો. [QE]