પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. અમે બાબિલની નદીઓને કિનારે બેઠા [QBR] અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, [QBR] ત્યારે અમે રડ્યા. [QBR]
2. ત્યાંનાં વૃક્ષો પર [QBR] અમે અમારી સિતારો લટકાવી દીધી. [QBR]
3. અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, [QBR] જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, [QBR] “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.” [QBR]
4. પણ આ વિદેશી ભૂમિ પર અમે [QBR] યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ? [QBR]
5. હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, [QBR] તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય. [QBR]
6. જો હું તારા વિષે વિચાર ન કરું, [QBR] મારા મુખ્ય આનંદ કરતાં [QBR] જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, [QBR] તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. [QBR]
7. હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું [QBR] તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, [QBR] તેઓએ કહ્યું, “તેના પાયાઓને, [QBR] ઉખેડી નાખો, ઉખેડી નાખો.” [QBR]
8. હે નાશ પામનારી બાબિલની દીકરી, [QBR] તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે [QBR] તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે. [QBR]
9. જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર [QBR] પછાડે તે આશીર્વાદિત છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 137 / 150
Psalms 137:114
1 અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા. 2 ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી. 3 અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.” 4 પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ? 5 હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય. 6 જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. 7 હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, તેઓએ કહ્યું, “તેના પાયાઓને, ઉખેડી નાખો, ઉખેડી નાખો.” 8 હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે. 9 જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.
Total 150 Chapters, Selected Chapter 137 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References