1. [QS]યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
2. [QS]સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
3. [QS]પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
4. [QS]જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
5. [QS]જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
6. [QS]જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
7. [QS]મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
8. [QS]દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
9. [QS]રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
10. [QS]મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
11. [QS]વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
12. [QS]પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
13. [QS]તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
14. [QS]તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
15. [QS]ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
16. [QS]જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
17. [QS]જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
18. [QS]નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
19. [QS]અમોરીઓના રાજા સિહોનને સંહારનારની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
20. [QS]બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
21. [QS]જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
22. [QS]જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
23. [QS]જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
24. [QS]અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
25. [QS]જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
26. [QS]આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]