1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]યહોવાહના નામની સ્તુતિ કરો. [QE][QS]હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો. [QE]
2. [QS]યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, [QE][QS]આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. [QE]
3. [QS]યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; [QE][QS]તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે. [QE]
4. [QS]કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, [QE][QS]ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે. [QE]
5. [QS]હું જાણું છું કે યહોવાહ મહાન છે, [QE][QS]આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે. [QE]
6. [QS]આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં [QE][QS]યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે. [QE]
7. [QS]તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, [QE][QS]તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે [QE][QS]અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે. [QE]
8. [QS]મિસરમાં તેમણે માણસોના [QE][QS]તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો. [QE]
9. [QS]તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ [QE][QS]પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં. [QE]
10. [QS]તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો [QE][QS]અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા, [QE]
11. [QS]અમોરીઓના રાજા સિહોનને [QE][QS]અને બાશાનના રાજા ઓગને [QE][QS]અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં. [QE]
12. [QS]તેમના દેશને તેમણે પોતાના [QE][QS]લોક ઇઝરાયલને વારસામાં આપ્યો. [QE]
13. [QS]હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, [QE][QS]હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે. [QE]
14. [QS]કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે [QE][QS]અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે. [QE][PBR]
15. [QS]વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, [QE][QS]તેઓ માણસોના હાથથી જ બનેલી છે. [QE]
16. [QS]તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; [QE][QS]તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી. [QE]
17. [QS]તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, [QE][QS]તેઓનાં મુખમાં શ્વાસ નથી. [QE]
18. [QS]જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, [QE][QS]જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે. [QE]
19. [QS]હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; [QE][QS]હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો. [QE]
20. [QS]હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; [QE][QS]હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો. [QE]
21. [QS]સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, [QE][QS]જે યરુશાલેમમાં રહે છે. [QE][QS]તે યહોવાહની સ્તુતિ કરો. [QE]