પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] યહોવાહના નામની સ્તુતિ કરો. [QBR] હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો. [QBR]
2. યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, [QBR] આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. [QBR]
3. યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; [QBR] તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે. [QBR]
4. કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, [QBR] ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે. [QBR]
5. હું જાણું છું કે યહોવાહ મહાન છે, [QBR] આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે. [QBR]
6. આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં [QBR] યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે. [QBR]
7. તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, [QBR] તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે [QBR] અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે. [QBR]
8. મિસરમાં તેમણે માણસોના [QBR] તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો. [QBR]
9. તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ [QBR] પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં. [QBR]
10. તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો [QBR] અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા, [QBR]
11. અમોરીઓના રાજા સિહોનને [QBR] અને બાશાનના રાજા ઓગને [QBR] અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં. [QBR]
12. તેમના દેશને તેમણે પોતાના [QBR] લોક ઇઝરાયલને વારસામાં આપ્યો. [QBR]
13. હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, [QBR] હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે. [QBR]
14. કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે [QBR] અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.   [QBR]
15. વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, [QBR] તેઓ માણસોના હાથથી જ બનેલી છે. [QBR]
16. તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; [QBR] તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી. [QBR]
17. તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, [QBR] તેઓનાં મુખમાં શ્વાસ નથી. [QBR]
18. જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, [QBR] જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે. [QBR]
19. હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; [QBR] હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો. [QBR]
20. હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; [QBR] હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો. [QBR]
21. સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, [QBR] જે યરુશાલેમમાં રહે છે. [QBR] તે યહોવાહની સ્તુતિ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 135 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 135:18
1. યહોવાહની સ્તુતિ કરો.
યહોવાહના નામની સ્તુતિ કરો.
હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
2. યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના,
આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3. યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે;
તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.
4. કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે,
ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.
5. હું જાણું છું કે યહોવાહ મહાન છે,
આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.
6. આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં
યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
7. તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે,
તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે
અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8. મિસરમાં તેમણે માણસોના
તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
9. તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ
પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.
10. તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો
અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
11. અમોરીઓના રાજા સિહોનને
અને બાશાનના રાજા ઓગને
અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.
12. તેમના દેશને તેમણે પોતાના
લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.
13. હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે,
હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14. કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે
અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.  
15. વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે,
તેઓ માણસોના હાથથી બનેલી છે.
16. તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી;
તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.
17. તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી,
તેઓનાં મુખમાં શ્વાસ નથી.
18. જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા થશે,
જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા થશે.
19. હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;
હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
20. હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;
હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.
21. સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો,
જે યરુશાલેમમાં રહે છે.
તે યહોવાહની સ્તુતિ કરો. PE
Total 150 Chapters, Current Chapter 135 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References