1. હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી.
મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી. |
2. તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે;
જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે. |