1. જે યહોવાહને માન આપે છે [QBR] અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે. [QBR]
2. તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; [QBR] તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે. [QBR]
3. તારી પત્ની તારા ઘરમાં [QBR] ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; [QBR] તારાં સંતાનો તારી મેજની આસપાસ [QBR] જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે. [QBR]
4. હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે [QBR] તે આશીર્વાદિત થશે. [QBR]
5. યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; [QBR] તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. [QBR]
6. તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. [QBR] ઇઝરાયલને શાંતિ થાઓ. [PE]