1. જ્યારે તેઓએ મને કહ્યું કે, [QBR] “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો. [QBR]
2. હે યરુશાલેમ, તારા દ્વારોમાં [QBR] અમે ઊભા રહ્યા હતા. [QBR]
3. યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા [QBR] નગરના જેવું બાંધેલું છે. [QBR]
4. ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, [QBR] ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, [QBR] યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. [QBR]
5. કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો [QBR] દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. [QBR]
6. યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! [QBR] જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. [QBR]
7. તારા કોટની અંદર શાંતિ [QBR] અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. [QBR]
8. મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર [QBR] હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.” [QBR]
9. આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે [QBR] હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ. [PE]