1. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. [QBR] મને ક્યાંથી સહાય મળે? [QBR]
2. જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, [QBR] તેમની તરફથી મને સહાય મળે છે. [QBR]
3. તે તારા પગને ડગવા દેશે નહિ; [QBR] જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ. [QBR]
4. જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે [QBR] તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી. [QBR]
5. યહોવાહ તારા રક્ષક છે; [QBR] યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે. [QBR]
6. દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર [QBR] તને નુકસાન પહોંચાડશે નહિ. [QBR]
7. સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; [QBR] તે તારા આત્માની સંભાળ રાખશે. [QBR]
8. હમણાંથી તે સર્વકાળ માટે [QBR] તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે. [PE]