1. [PS]*આલેફ. *[PE][QS]જેના માર્ગો સીધા છે, [QE][QS]જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે. [QE]
2. [QS]જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, [QE][QS]તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે. [QE]
3. [QS]તેઓ અન્યાય કરતા નથી; [QE][QS]તેઓ તેમના માર્ગમાં ચાલે છે. [QE]
4. [QS]તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે [QE][QS]કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ. [QE]
5. [QS]તમારા વિધિઓ પાળવાને માટે [QE][QS]મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું! [QE]
6. [QS]જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, [QE][QS]ત્યારે હું શરમિંદો નહિ થાઉં. [QE]
7. [QS]જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ [QE][QS]ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ. [QE]
8. [QS]હું તમારા વિધિઓને અનુસરીશ; [QE][QS]મારો ત્યાગ ન કરો. [QE][PBR]
9. [PS]*બેથ. *[PE][QS]જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? [QE][QS]તમારા વચનો પાળવાથી. [QE]
10. [QS]મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; [QE][QS]તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો. [QE]
11. [QS]મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે [QE][QS]કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું. [QE]
12. [QS]હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; [QE][QS]કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો. [QE]
13. [QS]મારા હોઠોથી હું તમારા બધા [QE][QS]નિયમો વિષે વાત કરીશ. [QE]
14. [QS]તમારાં સાક્ષ્યોના માર્ગમાં [QE][QS]મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે. [QE]
15. [QS]હું તમારા નિયમોનું મનન કરીશ [QE][QS]અને તમારા માર્ગોને અનુસરીશ. [QE]
16. [QS]તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; [QE][QS]હું તમારું વચન વીસરીશ નહિ. [QE][PBR]
17. [PS]*ગિમેલ. *[PE][QS]તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું [QE][QS]અને તમારાં વચનો પાળું. [QE]
18. [QS]તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; [QE][QS]મારી આંખો ઉઘાડો. [QE]
19. [QS]હું તો પૃથ્વી પર વિદેશી છું; [QE][QS]તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો. [QE]
20. [QS]મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે [QE][QS]સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે. [QE]
21. [QS]તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ [QE][QS]જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને ઠપકો આપો છો. [QE]
22. [QS]મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, [QE][QS]કારણ કે મેં તમારા નિયમો માન્યા છે. [QE]
23. [QS]સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, [QE][QS]પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે. [QE]
24. [QS]તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે [QE][QS]અને તેઓ મારા સલાહકારો છે. [QE][PBR]
25. [PS]*દાલેથ. *[PE][QS]મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; [QE][QS]તમારા વચન પ્રમાણે મને જિવાડો. [QE]
26. [QS]મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; [QE][QS]મને તમારા વિધિઓ શીખવો. [QE]
27. [QS]તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, [QE][QS]જેથી હું તમારા અદ્દભુત કાર્યો વિશે ચર્ચા કરી શકું. [QE]
28. [QS]દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; [QE][QS]તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો. [QE]
29. [QS]અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; [QE][QS]કૃપા કરીને મને તમારા નિયમો શીખવો. [QE]
30. [QS]મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; [QE][QS]મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે. [QE]
31. [QS]હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; [QE][QS]હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે. [QE]
32. [QS]તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, [QE][QS]કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો. [QE][PBR]
33. [PS]*હે *[PE][QS]હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો [QE][QS]અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ. [QE]
34. [QS]મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; [QE][QS]હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ. [QE]
35. [QS]મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, [QE][QS]કારણ કે હું તેમાં આનંદ માનું છું. [QE]
36. [QS]તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો [QE][QS]અને લોભ તરફથી મને વારો. [QE]
37. [QS]વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; [QE][QS]તમારા માર્ગ વિષે મને આતુર કરો. [QE]
38. [QS]તમારું જે વચન ભય ઉપજાવનારું છે; [QE][QS]તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો. [QE]
39. [QS]જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; [QE][QS]કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે. [QE]
40. [QS]જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; [QE][QS]મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો. [QE][PBR]
41. [PS]*વાવ. *[PE][QS]હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, [QE][QS]તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો. [QE]
42. [QS]તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, [QE][QS]કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું. [QE]
43. [QS]મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, [QE][QS]કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું. [QE]
44. [QS]હું સદા સર્વદા તમારા [QE][QS]નિયમોનું અવલોકન કરીશ. [QE]
45. [QS]તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; [QE][QS]તેથી હું નિરાંતે જીવીશ. [QE]
46. [QS]હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ [QE][QS]અને તેમાં શરમાઈશ નહિ. [QE]
47. [QS]તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, [QE][QS]તેઓ પર મેં પ્રેમ કર્યો છે. [QE]
48. [QS]હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; [QE][QS]હું તમારા વિધિઓનું મનન કરીશ. [QE][PBR]
49. [PS]*ઝ. *[PE][QS]તમારા જે વચનથી મને આશા ઊપજી છે, [QE][QS]તે વચન તમારા સેવકને માટે સંભારો. [QE]
50. [QS]મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: [QE][QS]તમારા વચને મને જિવાડ્યો છે. [QE]
51. [QS]અભિમાની લોકો મારી મજાક કરે છે, [QE][QS]પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી. [QE]
52. [QS]હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે [QE][QS]અને મને દિલાસો મળ્યો છે. [QE]
53. [QS]જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; [QE][QS]તેઓ પર મને ક્રોધ ઊપજે છે. [QE]
54. [QS]તમારા વિધિઓ મારાં ગીતો છે [QE][QS]તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે. [QE]
55. [QS]હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે [QE][QS]અને હું તમારા નિયમો પાળું છું. [QE]
56. [QS]આ મારું આચરણ છે [QE][QS]કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે. [QE][PBR]
57. [PS]*ખેથ. *[PE][QS]હે યહોવાહ તમે મારો વારસો છો; [QE][QS]હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે. [QE]
58. [QS]મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; [QE][QS]તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો. [QE]
59. [QS]મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે [QE][QS]અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું. [QE]
60. [QS]તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; [QE][QS]વાર લગાડી નથી. [QE]
61. [QS]મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; [QE][QS]તમારા નિયમોને હું ભૂલી ગયો નથી. [QE]
62. [QS]તમારાં ન્યાયીવચનોને લીધે [QE][QS]હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ. [QE]
63. [QS]જે કોઈ તમને માન આપે છે [QE][QS]અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું. [QE]
64. [QS]હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; [QE][QS]મને તમારા વિધિઓ શીખવો. [QE][PBR]
65. [PS]*ટેથ. *[PE][QS]હે યહોવાહ, વચન પ્રમાણે, [QE][QS]તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે. [QE]
66. [QS]મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, [QE][QS]કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું. [QE]
67. [QS]દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, [QE][QS]પણ હવે હું તમારાં વચન પાળું છું. [QE]
68. [QS]તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; [QE][QS]મને તમારા વિધિઓ શીખવો. [QE]
69. [QS]ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, [QE][QS]પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ. [QE]
70. [QS]તેઓના હૃદયો જડ છે, [QE][QS]પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું. [QE]
71. [QS]મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે [QE][QS]કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું. [QE]
72. [QS]સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા [QE][QS]મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે. [QE][PBR]
73. [PS]*યોદ. *[PE][QS]તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; [QE][QS]તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો. [QE]
74. [QS]તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે [QE][QS]કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે. [QE]
75. [QS]હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે [QE][QS]અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે. [QE]
76. [QS]તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે [QE][QS]તમારી કૃપાથી મને દિલાસો મળો. [QE]
77. [QS]હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, [QE][QS]કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે. [QE]
78. [QS]અભિમાનીઓ લજ્જા પામો, [QE][QS]કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; [QE][QS]પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું. [QE]
79. [QS]જેઓ તમને માન આપે છે [QE][QS]અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો. [QE]
80. [QS]તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો [QE][QS]કે જેથી મારે બદનામ ન થવું પડે. [QE][PBR]
81. [PS]*કાફ. *[PE][QS]મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; [QE][QS]હું તમારાં વચનની આશા રાખું છું. [QE]
82. [QS]તમે મને ક્યારે દિલાસો આપશો? [QE][QS]એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે. [QE]
83. [QS]કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; [QE][QS]હું તમારા વિધિઓને વીસરતો નથી. [QE]
84. [QS]તમારા સેવકના દિવસ કેટલા છે? [QE][QS]મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો? [QE]
85. [QS]જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, [QE][QS]તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે. [QE]
86. [QS]તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; [QE][QS]તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે. [QE]
87. [QS]પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, [QE][QS]પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી. [QE]
88. [QS]તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; [QE][QS]એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. [QE][PBR]
89. [PS]*લામેદ. *[PE][QS]હે યહોવાહ, તમારું વચન [QE][QS]આકાશમાં સદાકાળ સ્થિર છે. [QE]
90. [QS]તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; [QE][QS]તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે. [QE]
91. [QS]તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; [QE][QS]કેમ કે તે સર્વ તમારા સેવકો છે. [QE]
92. [QS]જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, [QE][QS]તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત. [QE]
93. [QS]હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, [QE][QS]કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે. [QE]
94. [QS]હું તમારો છું; મારું રક્ષણ કરો, [QE][QS]કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે. [QE]
95. [QS]દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, [QE][QS]પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ. [QE]
96. [QS]મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, [QE][QS]પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી. [QE][PBR]
97. [PS]*મેમ. *[PE][QS]તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! [QE][QS]હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું. [QE]
98. [QS]મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; [QE][QS]કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે. [QE]
99. [QS]મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે [QE][QS]કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું. [QE]
100. [QS]વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; [QE][QS]આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે. [QE]
101. [QS]હું તમારું વચન પાળી શકું તે માટે [QE][QS]મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે. [QE]
102. [QS]તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, [QE][QS]કારણ કે તમે મને તે શીખવ્યાં છે. [QE]
103. [QS]મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, [QE][QS]હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે! [QE]
104. [QS]તમારાં શાસનોથી મને સમજણ મળે છે; [QE][QS]માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. [QE][PBR]
105. [PS]*નુન. *[PE][QS]મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે [QE][QS]અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે. [QE]
106. [QS]હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, [QE][QS]એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે. [QE]
107. [QS]હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; [QE][QS]હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો. [QE]
108. [QS]હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; [QE][QS]અને તમારાં ન્યાયવચનો મને શીખવો. [QE]
109. [QS]મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, [QE][QS]પણ હું તમારા નિયમને વીસરતો નથી. [QE]
110. [QS]દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, [QE][QS]પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી. [QE]
111. [QS]મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, [QE][QS]કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે. [QE]
112. [QS]તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને [QE][QS]મેં મારા હૃદયને વાળ્યું છે. [QE][PBR]
113. [PS]*સામેખ. *[PE][QS]હું બે મન વાળાઓને ધિક્કારું છું, [QE][QS]પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. [QE]
114. [QS]તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; [QE][QS]હું તમારાં વચનની આશા રાખું છે. [QE]
115. [QS]દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, [QE][QS]કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું. [QE]
116. [QS]તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું [QE][QS]અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ. [QE]
117. [QS]તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; [QE][QS]હું સદા તમારા નીતિનિયમોનું મનન કરીશ. [QE]
118. [QS]જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, [QE][QS]કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે. [QE]
119. [QS]તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; [QE][QS]માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું. [QE]
120. [QS]હું તમારા ભયથી કાંપુ છું [QE][QS]અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું. [QE][PBR]
121. [PS]*હાયિન. *[PE][QS]મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; [QE][QS]મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો. [QE]
122. [QS]તમારા સેવક માટે તેના જામીન થાઓ; [QE][QS]ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો. [QE]
123. [QS]તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની [QE][QS]રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે. [QE]
124. [QS]તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો [QE][QS]અને તમારા વિધિઓ મને શીખવજો. [QE]
125. [QS]હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, [QE][QS]કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું. [QE]
126. [QS]હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, [QE][QS]કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે. [QE]
127. [QS]હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ [QE][QS]તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું. [QE]
128. [QS]તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું [QE][QS]અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. [QE][PBR]
129. [PS]*પે. *[PE][QS]તમારા નિયમો અદ્દભુત છે; [QE][QS]તેથી હું તેમને પાળું છું. [QE]
130. [QS]તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; [QE][QS]તે ભોળા માણસ પણ સમજી શકે છે. [QE]
131. [QS]હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, [QE][QS]કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો. [QE]
132. [QS]જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, [QE][QS]તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો. [QE]
133. [QS]તમારા વચન પ્રમાણે મને ચલાવો; [QE][QS]કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો. [QE]
134. [QS]જુલમી માણસોથી મને બચાવો, [QE][QS]કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું. [QE]
135. [QS]તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો [QE][QS]અને તમારા બધા નિયમો મને શીખવો. [QE]
136. [QS]તેઓ તમારા નિયમો પાળતા નથી, [QE][QS]તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે. [QE][PBR]
137. [PS]*સાદે. *[PE][QS]હે યહોવાહ, તમે ન્યાયી છો [QE][QS]અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે. [QE]
138. [QS]ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી [QE][QS]તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે. [QE]
139. [QS]મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે [QE][QS]તેથી મારા ગુસ્સાએ મને ક્ષીણ કર્યો છે. [QE]
140. [QS]તમારું વચન તદ્દન નિર્મળ છે [QE][QS]અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે. [QE]
141. [QS]હું નાનો તથા ધિક્કારાયેલો છું, [QE][QS]તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી. [QE]
142. [QS]તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; [QE][QS]અને તમારો નિયમ સત્ય છે. [QE]
143. [QS]મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, [QE][QS]તમારી આજ્ઞાઓ મારો આનંદ છે. [QE]
144. [QS]તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; [QE][QS]માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ. [QE][PBR]
145. [PS]*કોફ. *[PE][QS]મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, [QE][QS]હું તમારા નિયમોનું પાલન કરીશ. [QE]
146. [QS]મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, [QE][QS]એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.” [QE]
147. [QS]પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. [QE][QS]મને તમારાં વચનોની આશા છે. [QE]
148. [QS]તમારા વચનનું મનન કરવા માટે [QE][QS]મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી. [QE]
149. [QS]તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; [QE][QS]હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. [QE]
150. [QS]જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, [QE][QS]પણ તેઓ તમારા નિયમથી દૂર છે. [QE]
151. [QS]હે યહોવાહ, તમે મારી નજદીક છો [QE][QS]અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. [QE]
152. [QS]લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, [QE][QS]તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે. [QE][PBR]
153. [PS]*રેશ. *[PE][QS]મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, [QE][QS]કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી. [QE]
154. [QS]મારી લડતને લડો અને મને બચાવો; [QE][QS]મને તમારા વચન પ્રમાણે જીવવા દો. [QE]
155. [QS]દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, [QE][QS]કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી. [QE]
156. [QS]હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; [QE][QS]તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. [QE]
157. [QS]મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, [QE][QS]પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી. [QE]
158. [QS]મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો [QE][QS]કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી. [QE]
159. [QS]હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; [QE][QS]હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો. [QE]
160. [QS]તમારાં બધાં વચનો સત્ય છે; [QE][QS]તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે. [QE][PBR]
161. [PS]*શીન. *[PE][QS]સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; [QE][QS]મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે. [QE]
162. [QS]જેમ કોઈ એકને મોટો ખજાનો મળે [QE][QS]તેમ તમારા વચનથી મને આનંદ થાય છે. [QE]
163. [QS]હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, [QE][QS]પણ હું તમારા નિયમને ચાહું છું. [QE]
164. [QS]તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, [QE][QS]હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું. [QE]
165. [QS]તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; [QE][QS]તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી. [QE]
166. [QS]હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે [QE][QS]અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે. [QE]
167. [QS]હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો [QE][QS]અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું. [QE]
168. [QS]હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, [QE][QS]કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો. [QE][PBR]
169. [PS]*તાવ. *[PE][QS]હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; [QE][QS]તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો. [QE]
170. [QS]મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; [QE][QS]તમારા વચન પ્રમાણે મને સહાય કરો. [QE]
171. [QS]મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, [QE][QS]કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો. [QE]
172. [QS]મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, [QE][QS]કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે. [QE]
173. [QS]મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, [QE][QS]કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે. [QE]
174. [QS]હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું [QE][QS]અને તમારો નિયમ એ જ મારો આનંદ છે. [QE]
175. [QS]મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; [QE][QS]તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ. [QE]
176. [QS]હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; [QE][QS]તમારા સેવકને શોધી કાઢો, [QE][QS]કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી. [QE]