1. યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, [QBR] તેમની કૃપા સર્વકાળ ટકે છે. [QBR]
2. ઇઝરાયલ, એમ કહો, [QBR] “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” [QBR]
3. હારુનનું કુટુંબ કહો, [QBR] “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” [QBR]
4. યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, [QBR] “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” [QBR]
5. મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; [QBR] યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો. [QBR]
6. યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; [QBR] માણસ મને શું કરનાર છે? [QBR]
7. મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; [QBR] હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ. [QBR]
8. માણસ પર ભરોસો રાખવા કરતાં [QBR] યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે. [QBR]
9. રાજાઓ પર ભરોસો રાખવા કરતાં [QBR] યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે. [QBR]
10. સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; [QBR] યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. [QBR]
11. તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; [QBR] યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. [QBR]
12. તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; [QBR] તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; [QBR] યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. [QBR]
13. નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, [QBR] પણ યહોવાહે મને મદદ કરી. [QBR]
14. યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે [QBR] અને તે જ મારા છોડાવનાર થયા છે. [QBR]
15. ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; [QBR] યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. [QBR]
16. યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; [QBR] યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. [QBR]
17. હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ [QBR] અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ. [QBR]
18. યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; [QBR] પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી. [QBR]
19. મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; [QBR] હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ. [QBR]
20. યહોવાહનું દ્વાર આ છે; [QBR] એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે. [QBR]
21. હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે [QBR] અને તમે મારો ઉદ્ધાર કર્યો છો. [QBR]
22. જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; [QBR] તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. [QBR]
23. આ કાર્ય તો યહોવાહથી થયું છે; [QBR] આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. [QBR]
24. આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; [QBR] તેમાં આપણે આનંદોત્સવ કરીએ. [QBR]
25. હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો. [QBR]
26. યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; [QBR] અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે. [QBR]
27. યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; [QBR] વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો. [QBR]
28. તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; [QBR] તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ. [QBR]
29. યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; [QBR] તેમની કૃપા સર્વકાળ ટકે છે. [PE]