1. હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ [QBR] અને મારી વિનંતિ સાંભળી છે. [QBR]
2. તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, [QBR] મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ. [QBR]
3. મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો [QBR] અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; [QBR] મને સંકટ તથા શોક મળ્યાં હતાં. [QBR]
4. ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: [QBR] “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.” [QBR]
5. યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; [QBR] આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે. [QBR]
6. યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; [QBR] હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો. [QBR]
7. હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; [QBR] કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે. [QBR]
8. કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, [QBR] મારી આંખોને આંસુથી [QBR] અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે. [QBR]
9. હું જીવલોકમાં [QBR] યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ. [QBR]
10. મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, [QBR] “હું ઘણો દુઃખી થઈ ગયો છું.” [QBR]
11. મારા ગભરાટમાં મેં કહ્યું, [QBR] “સર્વ માણસો જૂઠા છે.” [QBR]
12. હું યહોવાહના મારા પર થયેલા સર્વ [QBR] ઉપકારોનો તેમને શો બદલો આપું? [QBR]
13. હું ઉદ્ધારનો પ્યાલો લઈને, [QBR] યહોવાહના નામને વિનંતિ કરીશ. [QBR]
14. યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, [QBR] તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ. [QBR]
15. યહોવાહની દ્રષ્ટિમાં [QBR] તેમના ભક્તોનું મરણ કિંમતી છે. [QBR]
16. હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; [QBR] હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; [QBR] તમે મારાં બંધન છોડ્યાં છે. [QBR]
17. હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ [QBR] અને હું યહોવાહના નામે પોકારીશ. [QBR]
18. યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો [QBR] જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ. [QBR]
19. હે યરુશાલેમ, તારી અંદર, [QBR] યહોવાહના ઘરનાં આંગણામાં [QBR] યહોવાહની સ્તુતિ થાઓ. [PE]