પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, [QE][QS]કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, [QE][QS]તમારું નામ મહિમાવાન મનાઓ, [QE]
2. [QS]પ્રજાઓ શા માટે કહે છે, [QE][QS]“તેઓના ઈશ્વર ક્યાં છે?” [QE]
3. [QS]અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; [QE][QS]જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું. [QE]
4. [QS]તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, [QE][QS]તેઓ માણસોના હાથનું કામ છે. [QE]
5. [QS]તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; [QE][QS]તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી; [QE]
6. [QS]તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; [QE][QS]તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી. [QE]
7. [QS]તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; [QE][QS]તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; [QE][QS]વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. [QE]
8. [QS]તેઓના બનાવનારા અને [QE][QS]તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે. [QE]
9. [QS]હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; [QE][QS]તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. [QE]
10. [QS]હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; [QE][QS]તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. [QE]
11. [QS]હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; [QE][QS]તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. [QE]
12. [QS]યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; [QE][QS]તે ઇઝરાયલના પરિવારને [QE][QS]અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે. [QE]
13. [QS]જે યહોવાહને માન આપે છે, [QE][QS]તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે. [QE]
14. [QS]યહોવાહ તમારી તેમ જ તમારા [QE][QS]વંશજોની વૃદ્ધિ કર્યા કરશે. [QE]
15. [QS]તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, [QE][QS]યહોવાહના આશીર્વાદ પામ્યા છો. [QE]
16. [QS]આકાશો યહોવાહનાં છે; [QE][QS]પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે. [QE]
17. [QS]મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા [QE][QS]તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી. [QE]
18. [QS]પણ અમે આજથી તે સર્વકાળ સુધી [QE][QS]યહોવાહની સ્તુતિ કરીશું. [QE][QS]યહોવાહની સ્તુતિ થાઓ. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 115 / 150
1 હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ, 2 પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?” 3 અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું. 4 તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે. 5 તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી; 6 તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી. 7 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. 8 તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે. 9 હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. 10 હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. 11 હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. 12 યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે. 13 જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે. 14 યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે. 15 તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો. 16 આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે. 17 મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી. 18 પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 115 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References