1. હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, [QBR] કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, [QBR] તમારું નામ મહિમાવાન મનાઓ, [QBR]
2. પ્રજાઓ શા માટે કહે છે, [QBR] “તેઓના ઈશ્વર ક્યાં છે?” [QBR]
3. અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; [QBR] જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું. [QBR]
4. તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, [QBR] તેઓ માણસોના હાથનું કામ છે. [QBR]
5. તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; [QBR] તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી; [QBR]
6. તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; [QBR] તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી. [QBR]
7. તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; [QBR] તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; [QBR] વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. [QBR]
8. તેઓના બનાવનારા અને [QBR] તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે. [QBR]
9. હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; [QBR] તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. [QBR]
10. હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; [QBR] તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. [QBR]
11. હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; [QBR] તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. [QBR]
12. યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; [QBR] તે ઇઝરાયલના પરિવારને [QBR] અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે. [QBR]
13. જે યહોવાહને માન આપે છે, [QBR] તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે. [QBR]
14. યહોવાહ તમારી તેમ જ તમારા [QBR] વંશજોની વૃદ્ધિ કર્યા કરશે. [QBR]
15. તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, [QBR] યહોવાહના આશીર્વાદ પામ્યા છો. [QBR]
16. આકાશો યહોવાહનાં છે; [QBR] પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે. [QBR]
17. મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા [QBR] તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી. [QBR]
18. પણ અમે આજથી તે સર્વકાળ સુધી [QBR] યહોવાહની સ્તુતિ કરીશું. [QBR] યહોવાહની સ્તુતિ થાઓ. [PE]