1. જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, [QBR] એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું, [QBR]
2. ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, [QBR] અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું. [QBR]
3. સમુદ્ર તે જોઈને નાસી ગયો; [QBR] યર્દન પાછી હઠી. [QBR]
4. પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા [QBR] ડુંગરો હલવાનની જેમ કૂદ્યા. [QBR]
5. અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? [QBR] યર્દન નદી, તું કેમ પાછી હઠી? [QBR]
6. અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? [QBR] નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા? [QBR]
7. હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, [QBR] યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ. [QBR]
8. તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, [QBR] મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા. [PE]