1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, [QE][QS]કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QE]
2. [QS]યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? [QE][QS]અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? [QE]
3. [QS]જેઓ ન્યાયને અનુસરે છે [QE][QS]અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે. [QE]
4. [QS]હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; [QE][QS]જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો. [QE]
5. [QS]જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, [QE][QS]તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું [QE][QS]અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું. [QE][PBR]
6. [QS]અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; [QE][QS]અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે. [QE]
7. [QS]મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; [QE][QS]તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; [QE][QS]તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું. [QE]
8. [QS]તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા [QE][QS]કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો. [QE]
9. [QS]પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. [QE][QS]એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા. [QE]
10. [QS]જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા [QE][QS]અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા. [QE]
11. [QS]તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; [QE][QS]તેઓમાંનો એક પણ બચ્યો નહિ. [QE]
12. [QS]ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો [QE][QS]અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા. [QE]
13. [QS]પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; [QE][QS]તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ. [QE]
14. [QS]અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી [QE][QS]અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો. [QE]
15. [QS]તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, [QE][QS]પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી. [QE]
16. [QS]તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષા કરી [QE][QS]અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી. [QE]
17. [QS]ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ [QE][QS]અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો. [QE]
18. [QS]તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; [QE][QS]અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા. [QE]
19. [QS]તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો [QE][QS]અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી. [QE]
20. [QS]તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, [QE][QS]કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો. [QE]
21. [QS]તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, [QE][QS]કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં. [QE]
22. [QS]તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા [QE][QS]લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં. [QE]
23. [QS]તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું [QE][QS]પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે [QE][QS]તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો. [QE]
24. [QS]પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; [QE][QS]તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ. [QE]
25. [QS]પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને [QE][QS]યહોવાહને આધીન થયા નહિ. [QE]
26. [QS]તેથી તેમણે તેઓને માટે શપથ લીધા [QE][QS]કે તેઓ અરણ્યમાં નાશ પામે. [QE]
27. [QS]વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા [QE][QS]અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા. [QE]
28. [QS]તેઓએ પેઓરમાં બઆલની પૂજા કરી [QE][QS]અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો. [QE]
29. [QS]એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા [QE][QS]અને તેઓમાં મરકી ફાટી નીકળી. [QE]
30. [QS]પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી [QE][QS]અને મરકી અટકી ગઈ. [QE]
31. [QS]આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે [QE][QS]ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું. [QE]
32. [QS]મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા [QE][QS]અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું. [QE]
33. [QS]તેઓએ મૂસાને ઉશ્કેર્યો [QE][QS]અને તે અવિચારીપણે બોલવા લાગ્યો. [QE]
34. [QS]જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, [QE][QS]તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ. [QE]
35. [QS]પણ તેઓ વિદેશીઓ સાથે ભળી ગયા [QE][QS]અને તેઓના માર્ગો અપનાવ્યા. [QE]
36. [QS]અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, [QE][QS]તે તેઓને ફાંદા રૂપ થઈ પડી. [QE]
37. [QS]તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું. [QE]
38. [QS]તેઓએ નિર્દોષ લોહી, [QE][QS]એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, [QE][QS]તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, [QE][QS]લોહીથી દેશને અશુદ્ધ કર્યો. [QE]
39. [QS]તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા [QE][QS]તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા. [QE]
40. [QS]તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા [QE][QS]અને તે પોતાના લોકોથી કંટાળી ગયા. [QE]
41. [QS]તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા [QE][QS]અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું. [QE]
42. [QS]તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા [QE][QS]અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા. [QE]
43. [QS]ઘણી વાર તે તેમની મદદે આવ્યા, [QE][QS]પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું [QE][QS]અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા. [QE]
44. [QS]તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને [QE][QS]તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું. [QE]
45. [QS]તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો [QE][QS]અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો. [QE]
46. [QS]તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે [QE][QS]તેમના પર કરુણા કરાવી. [QE]
47. [QS]હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. [QE][QS]વિદેશીઓમાંથી અમને એકત્ર કરો [QE][QS]કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ [QE][QS]અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ. [QE][PBR]
48. [QS]હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, [QE][QS]તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. [QE][QS]સર્વ લોકોએ કહ્યું, “આમેન.” [QE][QS]યહોવાહની સ્તુતિ કરો. [QE]