1. યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; [QBR] તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો. [QBR]
2. તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; [QBR] તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. [QBR]
3. તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; [QBR] યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો. [QBR]
4. યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; [QBR] સતત તેમની હાજરીનો અનુભવ કરો. [QBR]
5. તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, [QBR] તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો. [QBR]
6. તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, [QBR] તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો. [QBR]
7. તે યહોવાહ, આપણા ઈશ્વર છે. [QBR] આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે. [QBR]
8. તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, [QBR] હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે. [QBR]
9. જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો [QBR] અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી. [QBR]
10. તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું [QBR] તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો. [QBR]
11. તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ [QBR] તે સર્વદા તમારું પોતાનું વતન થશે.” [QBR]
12. તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, [QBR] ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા. [QBR]
13. તેઓ એક દેશથી બીજે દેશ [QBR] અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા. [QBR]
14. તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; [QBR] તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી. [QBR]
15. તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ [QBR] અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.” [QBR]
16. તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; [QBR] તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો. [QBR]
17. તેમણે તેઓની પહેલાં યૂસફને [QBR] કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો. [QBR]
18. બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી [QBR] અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં. [QBR]
19. યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, [QBR] ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો. [QBR]
20. રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; [QBR] લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો. [QBR]
21. તેણે તેને પોતાના મહેલનો કારભારી [QBR] અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો. [QBR]
22. કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે [QBR] અને પોતાના વડીલોને ડહાપણ શીખવે. [QBR]
23. પછી યાકૂબ મિસરમાં આવ્યો [QBR] અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો. [QBR]
24. ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા [QBR] અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા. [QBR]
25. તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી [QBR] વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી. [QBR]
26. તેમણે પોતાના સેવક મૂસાને [QBR] અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા. [QBR]
27. તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, [QBR] વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા. [QBR]
28. તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, [QBR] પણ તે લોકોએ તેમની વાતને માની નહિ. [QBR]
29. તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું [QBR] અને તેઓનાં માછલાં મારી નાખ્યાં. [QBR]
30. તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, [QBR] હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં. [QBR]
31. તે બોલ્યા અને જુઓ તથા ડાંસનાં ટોળાં આવ્યાં [QBR] અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં. [QBR]
32. તેમણે વરસાદ અને કરા મોકલ્યા, [QBR] તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો. [QBR]
33. તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો [QBR] તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં. [QBR]
34. તે બોલ્યા અને અગણિત, [QBR] તીડો આવ્યા. [QBR]
35. તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; [QBR] જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં. [QBR]
36. તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, [QBR] તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા. [QBR]
37. તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; [QBR] તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું. [QBR]
38. જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, [QBR] કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા. [QBR]
39. તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું [QBR] અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો. [QBR]
40. ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી [QBR] અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા. [QBR]
41. તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; [QBR] તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું. [QBR]
42. તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને [QBR] આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું. [QBR]
43. તે પોતાના લોકોને, [QBR] પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા. [QBR]
44. તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; [QBR] તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો. [QBR]
45. કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે [QBR] અને તેમના નિયમોને પાળે. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]