1. [QS]યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; [QE][QS]તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો. [QE]
2. [QS]તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; [QE][QS]તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. [QE]
3. [QS]તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; [QE][QS]યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો. [QE]
4. [QS]યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; [QE][QS]સતત તેમની હાજરીનો અનુભવ કરો. [QE]
5. [QS]તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, [QE][QS]તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો. [QE]
6. [QS]તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, [QE][QS]તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો. [QE]
7. [QS]તે યહોવાહ, આપણા ઈશ્વર છે. [QE][QS]આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે. [QE]
8. [QS]તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, [QE][QS]હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે. [QE]
9. [QS]જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો [QE][QS]અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી. [QE]
10. [QS]તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું [QE][QS]તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો. [QE]
11. [QS]તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ [QE][QS]તે સર્વદા તમારું પોતાનું વતન થશે.” [QE]
12. [QS]તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, [QE][QS]ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા. [QE]
13. [QS]તેઓ એક દેશથી બીજે દેશ [QE][QS]અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા. [QE]
14. [QS]તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; [QE][QS]તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી. [QE]
15. [QS]તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ [QE][QS]અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.” [QE]
16. [QS]તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; [QE][QS]તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો. [QE]
17. [QS]તેમણે તેઓની પહેલાં યૂસફને [QE][QS]કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો. [QE]
18. [QS]બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી [QE][QS]અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં. [QE]
19. [QS]યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, [QE][QS]ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો. [QE]
20. [QS]રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; [QE][QS]લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો. [QE]
21. [QS]તેણે તેને પોતાના મહેલનો કારભારી [QE][QS]અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો. [QE]
22. [QS]કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે [QE][QS]અને પોતાના વડીલોને ડહાપણ શીખવે. [QE]
23. [QS]પછી યાકૂબ મિસરમાં આવ્યો [QE][QS]અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો. [QE]
24. [QS]ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા [QE][QS]અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા. [QE]
25. [QS]તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી [QE][QS]વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી. [QE]
26. [QS]તેમણે પોતાના સેવક મૂસાને [QE][QS]અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા. [QE]
27. [QS]તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, [QE][QS]વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા. [QE]
28. [QS]તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, [QE][QS]પણ તે લોકોએ તેમની વાતને માની નહિ. [QE]
29. [QS]તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું [QE][QS]અને તેઓનાં માછલાં મારી નાખ્યાં. [QE]
30. [QS]તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, [QE][QS]હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં. [QE]
31. [QS]તે બોલ્યા અને જુઓ તથા ડાંસનાં ટોળાં આવ્યાં [QE][QS]અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં. [QE]
32. [QS]તેમણે વરસાદ અને કરા મોકલ્યા, [QE][QS]તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો. [QE]
33. [QS]તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો [QE][QS]તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં. [QE]
34. [QS]તે બોલ્યા અને અગણિત, [QE][QS]તીડો આવ્યા. [QE]
35. [QS]તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; [QE][QS]જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં. [QE]
36. [QS]તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, [QE][QS]તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા. [QE]
37. [QS]તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; [QE][QS]તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું. [QE]
38. [QS]જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, [QE][QS]કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા. [QE]
39. [QS]તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું [QE][QS]અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો. [QE]
40. [QS]ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી [QE][QS]અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા. [QE]
41. [QS]તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; [QE][QS]તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું. [QE]
42. [QS]તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને [QE][QS]આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું. [QE]
43. [QS]તે પોતાના લોકોને, [QE][QS]પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા. [QE]
44. [QS]તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; [QE][QS]તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો. [QE]
45. [QS]કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે [QE][QS]અને તેમના નિયમોને પાળે. [QE][QS]યહોવાહની સ્તુતિ કરો. [QE]