1. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. [QBR] હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; [QBR] તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે. [QBR]
2. તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; [QBR] પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો. [QBR]
3. તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; [QBR] તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; [QBR] તમે પવનની પાંખો પર સવારી કરો છો. [QBR]
4. તમે પવનોને તમારા દૂત બનાવો છો [QBR] અને તમારા સેવકો અગ્નિના ભડકા છે. [QBR]
5. તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે [QBR] જેથી તે ખસે નહિ. [QBR]
6. તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; [QBR] પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે. [QBR]
7. તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; [QBR] તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં. [QBR]
8. પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ [QBR] જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં. [QBR]
9. તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે [QBR] તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે; [QBR]
10. તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; [QBR] તે પર્વતોની વચ્ચે વહે છે. [QBR]
11. તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે; [QBR] રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે. [QBR]
12. આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; [QBR] વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે. [QBR]
13. તે આકાશના ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. [QBR] પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે. [QBR]
14. તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે [QBR] અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે [QBR] કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે. [QBR]
15. તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, [QBR] તેના મુખને તેજસ્વી કરનાર તેલ [QBR] અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે. [QBR]
16. યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; [QBR] જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે. [QBR]
17. ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. [QBR] વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે. [QBR]
18. ઊંચા પર્વતો પર રાની બકરાઓને [QBR] અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે. [QBR]
19. ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; [QBR] સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે. [QBR]
20. તમે અંધારું કરો છો એટલે રાત થાય છે [QBR] ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે. [QBR]
21. સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે [QBR] અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે. [QBR]
22. સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે [QBR] અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે. [QBR]
23. માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે [QBR] અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે. [QBR]
24. હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! [QBR] તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; [QBR] તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે. [QBR]
25. જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, [QBR] અસંખ્ય જીવજંતુઓ, [QBR] નાનાંમોટાં જળચરો છે. [QBR]
26. વહાણો તેમાં આવજા કરે છે [QBR] અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે. [QBR]
27. તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, [QBR] તેથી આ સર્વ તમારી રાહ જુએ છે. [QBR]
28. જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; [QBR] જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે. [QBR]
29. જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; [QBR] જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે [QBR] અને પાછાં ધૂળમાં મળી જાય છે. [QBR]
30. જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે [QBR] અને તમે દેશભરનું નવીકરણ કરો છો. [QBR]
31. યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; [QBR] પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો. [QBR]
32. તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; [QBR] તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે. [QBR]
33. હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; [QBR] હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ. [QBR]
34. તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; [QBR] હું યહોવાહમાં આનંદ કરીશ. [QBR]
35. પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો [QBR] અને દુષ્ટોનો અંત આવો. [QBR] હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]