1. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન [QBR] અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન. [QBR]
2. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, [QBR] અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. [QBR]
3. તે તારાં સઘળાં પાપ માફ કરે છે; [QBR] અને તારા સર્વ રોગ મટાડે છે. [QBR]
4. તે તારો જીવ નાશથી બચાવે છે; [QBR] તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે. [QBR]
5. તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે [QBR] જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે. [QBR]
6. યહોવાહ જે ઉચિત છે તે કરે છે , [QBR] અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે. [QBR]
7. તેમણે પોતાના માર્ગો મૂસાને [QBR] અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં. [QBR]
8. યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; [QBR] તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે. [QBR]
9. તે હંમેશાં શિક્ષા કરશે નહિ; [QBR] તે હંમેશા ગુસ્સે રહેતા નથી. [QBR]
10. તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી [QBR] અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. [QBR]
11. કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, [QBR] તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે. [QBR]
12. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, [QBR] તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે. [QBR]
13. જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે, [QBR] તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. [QBR]
14. કારણ કે તે આપણું બંધારણ જાણે છે; [QBR] આપણે ધૂળ છીએ એવું તે જાણે છે. [QBR]
15. માણસના દિવસો ઘાસ જેવા છે; [QBR] ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે. [QBR]
16. પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે [QBR] અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી. [QBR]
17. પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. [QBR] તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે. [QBR]
18. તેઓ તેમનો કરાર માને છે [QBR] અને તેમની સૂચનાઓનું પાલન કરે છે. [QBR]
19. યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે [QBR] અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે. [QBR]
20. હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા [QBR] તથા તેમની આજ્ઞાઓ પાળનારા [QBR] તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો. [QBR]
21. હે યહોવાહનાં સર્વ સૈન્યો, [QBR] તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો. [QBR]
22. યહોવાહના રાજ્યમાં સર્વ સ્થળોમાં [QBR] તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; [QBR] હે મારા આત્મા, તું યહોવાહને સ્તુત્ય માન. [PE]