1. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; [QBR] મારા પોકારને તમારી પાસે આવવા દો. [QBR]
2. મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. [QBR] મારું સાંભળો. [QBR] જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો. [QBR]
3. કારણ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે [QBR] અને મારાં હાડકાં અગ્નિની જેમ બળી જાય છે. [QBR]
4. મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. [QBR] એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું. [QBR]
5. મારા નિસાસાને કારણે [QBR] હું ઘણો સુકાઈ ગયો છું. [QBR]
6. હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું; [QBR] અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું. [QBR]
7. હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી [QBR] ચકલી જેવો થઈ ગયો છો. [QBR]
8. મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે; [QBR] જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે. [QBR]
9. રોટલીને બદલે હું રાખ ખાઉં છું [QBR] મારાં આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે. [QBR]
10. તે તમારા રોષને કારણે છે, [QBR] કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે. [QBR]
11. મારા દિવસો નમતી છાયા જેવા છે [QBR] અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું. [QBR]
12. પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો [QBR] અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે. [QBR]
13. તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો. [QBR] તેના પર દયા કરવાનો સમય, [QBR] એટલે ઠરાવેલો સમય, આવ્યો છે. [QBR]
14. કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે [QBR] અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે. [QBR]
15. હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે [QBR] અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે. [QBR]
16. યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે [QBR] અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે. [QBR]
17. તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે; [QBR] તે તેઓની પ્રાર્થના નકારશે નહિ. [QBR]
18. આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે [QBR] અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે. [QBR]
19. કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; [QBR] આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી, [QBR]
20. જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે, [QBR] જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે. [QBR]
21. પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ [QBR] અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે. [QBR]
22. જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે, [QBR] ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે. [QBR]
23. તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી છે. [QBR] તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે. [QBR]
24. મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ; [QBR] તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો. [QBR]
25. પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો; [QBR] આકાશો તમારા હાથનું કામ છે. [QBR]
26. તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; [QBR] તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; [QBR] વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે. [QBR]
27. પણ તમે તો એવા અને એવા જ રહેશો [QBR] તમારાં વર્ષોનો અંત આવશે નહિ. [QBR]
28. તમારા સેવકોનાં બાળકો અહીં વસશે [QBR] અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.” [PE]