1. [QS]હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; [QE][QS]મારા પોકારને તમારી પાસે આવવા દો. [QE]
2. [QS]મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. [QE][QS]મારું સાંભળો. [QE][QS]જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો. [QE]
3. [QS]કારણ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે [QE][QS]અને મારાં હાડકાં અગ્નિની જેમ બળી જાય છે. [QE]
4. [QS]મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. [QE][QS]એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું. [QE]
5. [QS]મારા નિસાસાને કારણે [QE][QS]હું ઘણો સુકાઈ ગયો છું. [QE]
6. [QS]હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું; [QE][QS]અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું. [QE]
7. [QS]હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી [QE][QS]ચકલી જેવો થઈ ગયો છો. [QE]
8. [QS]મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે; [QE][QS]જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે. [QE]
9. [QS]રોટલીને બદલે હું રાખ ખાઉં છું [QE][QS]મારાં આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે. [QE]
10. [QS]તે તમારા રોષને કારણે છે, [QE][QS]કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે. [QE]
11. [QS]મારા દિવસો નમતી છાયા જેવા છે [QE][QS]અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું. [QE][PBR]
12. [QS]પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો [QE][QS]અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે. [QE]
13. [QS]તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો. [QE][QS]તેના પર દયા કરવાનો સમય, [QE][QS]એટલે ઠરાવેલો સમય, આવ્યો છે. [QE]
14. [QS]કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે [QE][QS]અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે. [QE]
15. [QS]હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે [QE][QS]અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે. [QE]
16. [QS]યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે [QE][QS]અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે. [QE]
17. [QS]તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે; [QE][QS]તે તેઓની પ્રાર્થના નકારશે નહિ. [QE]
18. [QS]આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે [QE][QS]અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે. [QE]
19. [QS]કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; [QE][QS]આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી, [QE]
20. [QS]જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે, [QE][QS]જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે. [QE]
21. [QS]પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ [QE][QS]અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે. [QE]
22. [QS]જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે, [QE][QS]ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે. [QE][PBR]
23. [QS]તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી છે. [QE][QS]તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે. [QE]
24. [QS]મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ; [QE][QS]તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો. [QE]
25. [QS]પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો; [QE][QS]આકાશો તમારા હાથનું કામ છે. [QE]
26. [QS]તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; [QE][QS]તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; [QE][QS]વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે. [QE]
27. [QS]પણ તમે તો એવા અને એવા જ રહેશો [QE][QS]તમારાં વર્ષોનો અંત આવશે નહિ. [QE]
28. [QS]તમારા સેવકોનાં બાળકો અહીં વસશે [QE][QS]અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.” [QE]