1. [QS]શું ડહાપણ હાંક મારતું નથી? [QE][QS]અને બુદ્ધિ પોકારતી નથી? [QE]
2. [QS]તે રસ્તાઓના સંગમ આગળ, [QE][QS]માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે. [QE]
3. [QS]અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, [QE][QS]અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે: [QE]
4. [QS]“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું [QE][QS]મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે. [QE]
5. [QS]હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો [QE][QS]અને હે મૂર્ખા તમે સમજણા થાઓ. [QE]
6. [QS]સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું [QE][QS]અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે. [QE]
7. [QS]મારું મુખ સત્ય ઉચ્ચારશે, [QE][QS]મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે. [QE]
8. [QS]મારા મુખના સઘળા શબ્દો પ્રમાણિક છે, [QE][QS]તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી. [QE]
9. [QS]સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. [QE][QS]અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે. [QE]
10. [QS]ચાંદી નહિ પણ મારી સલાહ લો [QE][QS]અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો. [QE]
11. [QS]કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; [QE][QS]સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ. [QE]
12. [QS]મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, [QE][QS]અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું. [QE]
13. [QS]યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, [QE][QS]અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને [QE][QS]અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું. [QE]
14. [QS]ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; [QE][QS]મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે. [QE]
15. [QS]મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે [QE][QS]અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે. [QE]
16. [QS]મારે લીધે રાજકુમારો શાસન કરે છે [QE][QS]અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે. [QE]
17. [QS]મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; [QE][QS]અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે. [QE]
18. [QS]દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, [QE][QS]મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે. [QE]
19. [QS]મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં [QE][QS]અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે. [QE]
20. [QS]હું સદાચારને માર્ગે ચાલું છું, [QE][QS]મારો માર્ગ ન્યાયનો છે, [QE]
21. [QS]મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું [QE][QS]અને તેઓના ભંડારો ભરપૂર કરું છું. [QE]
22. [QS]યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, [QE][QS]આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ. [QE]
23. [QS]સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં [QE][QS]મને સ્થાપન કરવામાં આવ્યું હતું. [QE]
24. [QS]જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં [QE][QS]ત્યારે મારો જન્મ થયો હતો. [QE]
25. [QS]પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, [QE][QS]ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો. [QE]
26. [QS]ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. [QE][QS]અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું. [QE]
27. [QS]જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, [QE][QS]અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું. [QE]
28. [QS]જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; [QE][QS]અને જળનીધિના ઝરણાં વહાવ્યા. [QE]
29. [QS]જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી [QE][QS]અને તેની મર્યાદાનું ઉલ્લંધન કરવાની તેમણે મના ફરમાવી. [QE][QS]અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા. [QE]
30. [QS]ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; [QE][QS]અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; [QE][QS]અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું. [QE]
31. [QS]તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, [QE][QS]અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો. [QE]
32. [QS]મારા દીકરાઓ, મારું સાંભળો; [QE][QS]કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે. [QE]
33. [QS]મારી શિખામણ સાંભળીને જ્ઞાની થા; [QE][QS]અને તેની અવગણના કરીશ નહિ. [QE]
34. [QS]જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે, [QE][QS]અને હંમેશાં મારા દરવાજા સમક્ષ લક્ષ આપે છે; [QE][QS]તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે. [QE]
35. [QS]કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે, [QE][QS]તેઓ યહોવાહની કૃપા પામશે. [QE]
36. [QS]પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડે છે; [QE][QS]જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે.” [QE]