1. [PS]મારા દીકરા, મારાં વચનો પાળ [PE][QS]અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ. [QE]
2. [QS]મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે [QE][QS]અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે. [QE]
3. [QS]તેઓને તારી આંગળીઓ પર બાંધ; [QE][QS]તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. [QE]
4. [QS]ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” [QE][QS]અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.” [QE]
5. [QS]જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. [QE][QS]તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે. [QE]
6. [QS]કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને [QE][QS]જાળીમાંથી સામે નજર કરી; [QE]
7. [QS]અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. [QE][QS]તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો. [QE]
8. [QS]એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, [QE][QS]તે સીધો તેના ઘર તરફ જતો હતો. [QE]
9. [QS]દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી [QE][QS]અને રાતના અંધકારનાં સમયે. [QE]
10. [QS]અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, [QE][QS]તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે. [QE]
11. [QS]તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, [QE][QS]તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; [QE]
12. [QS]કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, [QE][QS]તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. [QE]
13. [QS]તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; [QE][QS]અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, [QE]
14. [QS]શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; [QE][QS]આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. [QE]
15. [QS]તેથી હું તને મળવા બહાર આવી છું. [QE][QS]હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે. [QE]
16. [QS]મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે [QE][QS]તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે. [QE]
17. [QS]મેં મારું બિછાનું [QE][QS]બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે. [QE]
18. [QS]ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; [QE][QS]આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ. [QE]
19. [QS]મારો પતિ ઘરે નથી; [QE][QS]તે લાંબી મુસાફરીએ ગયો છે. [QE]
20. [QS]તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; [QE][QS]અને તે પૂનમે પાછો ઘરે આવશે.” [QE]
21. [QS]તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; [QE][QS]અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે. [QE]
22. [QS]જેમ બળદ કસાઈવાડે જાય છે, [QE][QS]અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે [QE][QS]તેમ તે જલદીથી તેની પાછળ જાય છે. [QE]
23. [QS]આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; [QE][QS]જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે [QE][QS]એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે. [QE]
24. [QS]હવે, મારા દીકરાઓ, સાંભળો; [QE][QS]અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો. [QE]
25. [QS]તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; [QE][QS]તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. [QE]
26. [QS]કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; [QE][QS]અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે. [QE]
27. [QS]તેનું ઘર મૃત્યુના માર્ગે છે; [QE][QS]એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. [QE]