1. મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; [QBR] મારી બુદ્ધિ તરફ તારા કાન ધર [QBR]
2. જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે, [QBR] અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે. [QBR]
3. કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. [QBR] અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે. [QBR]
4. પણ તેનો અંત વિષ જેવો કડવો, [QBR] બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે. [QBR]
5. તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે; [QBR] તેના પગલાં શેઓલમાં પહોંચે છે. [QBR]
6. તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી. [QBR] તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે. [QBR]
7. હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો; [QBR] અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ. [QBR]
8. તમારા માર્ગો તેનાથી દૂર રાખો [QBR] અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ. [QBR]
9. રખેને તું તારી આબરુ બીજાઓને [QBR] અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે; [QBR]
10. રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય, [QBR] અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે. [QBR]
11. રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થાય [QBR] અને તું અંત સમયે વિલાપ કરે. [QBR]
12. તું કહીશ કે, “મેં કેવી રીતે શિખામણનો ધિક્કાર કર્યો છે [QBR] અને મારા હૃદયે ઠપકાને તુચ્છ ગણ્યો છે! [QBR]
13. હું મારા શિક્ષકોને આધીન થયો નહિ [QBR] અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ. [QBR]
14. મંડળ અને સંમેલનોમાં [QBR] હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો.” [QBR]
15. તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, [QBR] અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે. [QBR]
16. શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, [QBR] અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું? [QBR]
17. એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય [QBR] અને તારી સાથેના પારકાઓ માટે નહિ. [QBR]
18. તારું ઝરણું આશીર્વાદ પામો, [QBR] અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન. [QBR]
19. જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. [QBR] તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; [QBR] હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે. [QBR]
20. મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ? [QBR] શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ? [QBR]
21. માણસના વર્તન-વ્યવહાર ઉપર યહોવાહની નજર હોય છે [QBR] અને માણસ જે કંઈ કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે. [QBR]
22. દુષ્ટ પોતાની જ દુષ્ટતામાં સપડાય છે; [QBR] અને તેઓનાં પાપો તેઓને દોરડાની જેમ જકડી રાખે છે. [QBR]
23. કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; [QBR] અને શિક્ષણ વિના તે માર્યો જશે. [PE]