1.
2. [PS]લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે. [PE][QS]હે મારા દીકરા? ઓ મારા દીકરા? [QE][QS]હે મારી માનતાઓના દીકરા? [QE]
3. [QS]તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, [QE][QS]અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ. [QE]
4. [QS]દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, [QE][QS]વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી. [QE]
5. [QS]કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે, [QE][QS]અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી. [QE]
6. [QS]જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ [QE][QS]અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ. [QE]
7. [QS]ભલે તેઓ પીને પોતાની ગરીબીને વિસારે પડે, [QE][QS]અને તેઓને પોતાનાં દુ:ખો યાદ આવે નહિ. [QE]
8. [QS]જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ [QE][QS]અને તું નિરાધારોના હક માટે સહાય કર. [QE]
9. [QS]તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર [QE][QS]અને ગરીબ તથા દરિદ્રીને માન આપ. [QE]
10. [QS]સદગુણી પત્ની કોને મળે? [QE][QS]કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે. [QE]
11. [QS]તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, [QE][QS]અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ. [QE]
12. [QS]પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત , [QE][QS]તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી. [QE]
13. [QS]તે ઊન અને શણ ભેગું કરે છે, [QE][QS]અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે. [QE]
14. [QS]તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, [QE][QS]વેપારીના વહાણ જેવી છે. [QE]
15. [QS]ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે [QE][QS]અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે. [QE]
16. [QS]તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, [QE][QS]પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષના વેલા રોપે છે. [QE]
17. [QS]પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, [QE][QS]તે પોતાના હાથ બળવાન કરે છે. [QE]
18. [QS]તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; [QE][QS]તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. [QE]
19. [QS]તે એક હાથે પૂણી પકડે છે [QE][QS]અને બીજે હાથે રેંટિયો ચલાવે છે. [QE]
20. [QS]તે ગરીબોને ઉદારતાથી આપે છે; [QE][QS]અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે. [QE]
21. [QS]તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, [QE][QS]તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. [QE]
22. [QS]તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, [QE][QS]તેના વસ્ત્રો ઝીણા મલમલનાં તથા જાંબુડા રંગનાં છે. [QE]
23. [QS]તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, [QE][QS]અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે. [QE]
24. [QS]તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે [QE][QS]અને તેઓને કમરબંધ બનાવી આપે છે. [QE]
25. [QS]શક્તિ અને સન્માન તેનો પોશાક છે. [QE][QS]અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે. [QE]
26. [QS]તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, [QE][QS]તેના જીભનો નિયમ માયાળુપણું છે. [QE]
27. [QS]તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે [QE][QS]અને તે કદી આળસની રોટલી ખાતી નથી. [QE]
28. [QS]તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; [QE][QS]અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે, [QE]
29. [QS]“જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, [QE][QS]પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.” [QE]
30. [QS]લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, [QE][QS]પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે. [QE]
31. [QS]તેના હાથની પેદાશમાંથી તેને આપો [QE][QS]અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો. [QE]