1. [PS]યાકેના દીકરા આગૂરનાં વચનો છે, જે ઈશ્વરવાણી છે: [PE][QS]કોઈ માણસ ઇથિયેલને, ઇથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે: [QE]
2. [QS]નિશ્ચે હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું [QE][QS]અને મારામાં માણસ જેવી બુદ્ધિ નથી. [QE]
3. [QS]હું ડહાપણ શીખ્યો નથી [QE][QS]કે નથી મારામાં પવિત્ર ઈશ્વરનું ડહાપણ. [QE]
4. [QS]આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? [QE][QS]કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? [QE][QS]કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? [QE][QS]પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? [QE][QS]જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે? [QE]
5. [QS]ઈશ્વરનું દરેક વચન પરખેલું છે, [QE][QS]જેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે તેઓના માટે તે ઢાલ છે. [QE]
6. [QS]તેમનાં વચનોમાં તું કશો ઉમેરો કરીશ નહિ, [QE][QS]નહિ તો તે તને ઠપકો આપશે અને તું જૂઠો પુરવાર થઈશ. [QE]
7. [QS]હું તમારી પાસે બે વરદાન માગું છું, [QE][QS]મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ. [QE]
8. [QS]અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજો, [QE][QS]મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપશો; [QE][QS]મને જરૂર જેટલી રોટલી આપજો. [QE]
9. [QS]નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, “ઈશ્વર તે વળી કોણ છે?” [QE][QS]અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું [QE][QS]અને મારા ઈશ્વરના નામની નિંદા કરું. [QE]
10. [QS]નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર [QE][QS]રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે. [QE]
11. [QS]એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે [QE][QS]અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી. [QE]
12. [QS]એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, [QE][QS]પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી. [QE]
13. [QS]એવી પણ એક પેઢી છે કે જેના ઘમંડનો પાર નથી [QE][QS]અને તેનાં પોપચાં ઊંચા કરેલાં છે. [QE]
14. [QS]એવી પણ એક પેઢી છે કે જેના દાંત તરવાર જેવા અને તેની દાઢો ચપ્પુ જેવી છે; [QE][QS]એ પેઢીના લોકો પૃથ્વી પરથી કંગાલોને અને માનવજાતમાંથી જરૂરિયાતમંદોને ખાઈ જાય છે. [QE]
15. [QS]જળોને બે દીકરીઓ છે, તેઓ પોકારીને કહે છે, “આપો અને આપો.” [QE][QS]કદી તૃપ્ત થતાં નથી એવી ત્રણ બાબતો છે, [QE][QS]“બસ,” એમ ન કહેનાર એવી ચાર બાબતો છે. [QE]
16. [QS]એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન; [QE][QS]પાણીથી તૃપ્ત નહિ થતી જમીન; [QE][QS]અને કદી “બસ” ના કહેનાર અગ્નિ. [QE]
17. [QS]જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે [QE][QS]અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, [QE][QS]તેને ખીણના કાગડા કોચી કાઢશે [QE][QS]અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે. [QE]
18. [QS]ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, [QE][QS]અરે, ચાર બાબતો હું જાણતો નથી. [QE]
19. [QS]આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; [QE][QS]ખડક ઉપર સરકતા સાપની ચાલ; [QE][QS]ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; [QE][QS]અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ. [QE]
20. [QS]વ્યભિચારી સ્ત્રીની રીત આવી હોય છે - [QE][QS]તે ખાય છે અને પોતાનું મુખ લૂછી નાખે છે [QE][QS]અને કહે છે કે, “મેં કશું ખોટું કર્યું નથી.” [QE]
21. [QS]ત્રણ વસ્તુઓથી પૃથ્વી કાંપે છે, [QE][QS]અરે, ચાર બાબતોને તે સહન કરી શકતી નથી. [QE]
22. [QS]રાજગાદીએ બેઠેલો ગુલામ; [QE][QS]અન્નથી તૃપ્ત થયેલો મૂર્ખ; [QE]
23. [QS]લગ્ન કરેલી દાસી; [QE][QS]અને પોતાની શેઠાણીની જગ્યાએ આવેલી દાસી. [QE]
24. [QS]પૃથ્વી પર ચાર વસ્તુ નાની છે, [QE][QS]પણ તે અત્યંત શાણી છે: [QE]
25. [QS]કીડી કંઈ બળવાન પ્રજા નથી, [QE][QS]પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે; [QE]
26. [QS]ખડકમાં રહેતાં સસલાં નિર્બળ પ્રજા છે, [QE][QS]તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે. [QE]
27. [QS]તીડોનો કોઈ રાજા હોતો નથી, [QE][QS]પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે; [QE]
28. [QS]ઘરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે, [QE][QS]છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે. [QE]
29. [QS]ત્રણ પ્રાણીઓનાં પગલાં રુઆબદાર હોય છે, [QE][QS]અરે, ચારની ચાલ દમામદાર હોય છે: [QE]
30. [QS]એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે [QE][QS]અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી; [QE]
31. [QS]વળી શિકારી કૂતરો; તથા બકરો; [QE][QS]તેમ જ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઈ શકાય નહિ. [QE]
32. [QS]જો તેં ગર્વ કરવાની બેવકૂફી કરી હોય [QE][QS]અથવા કોઈ ખોટો વિચાર તેં કર્યો હોય, [QE][QS]તો તારો હાથ તારા મુખ પર મૂક. [QE]
33. [QS]કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે [QE][QS]અને નાક મચડ્યાથી લોહી નીકળે છે, [QE][QS]તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે. [QE]