1. [QS]જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, [QE][QS]તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ. [QE]
2. [QS]જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, [QE][QS]પણ જ્યારે દુષ્ટોના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે. [QE]
3. [QS]જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે, [QE][QS]પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે. [QE]
4. [QS]નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા આપે છે, [QE][QS]પણ જે લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે. [QE]
5. [QS]જે માણસ પોતાના પડોશીનાં ખોટાં વખાણ કરે છે [QE][QS]તે તેને ફસાવવા જાળ પાથરે છે. [QE]
6. [QS]દુષ્ટ માણસ પોતાના પાપના ફાંદામાં ફસાય છે, [QE][QS]પણ નેકીવાન માણસ ગીતો ગાય છે અને આનંદ કરે છે. [QE]
7. [QS]નેકીવાન માણસ ગરીબોના હિતની ચિંતા રાખે છે; [QE][QS]દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી. [QE]
8. [QS]તિરસ્કાર કરનાર માણસો શહેર સળગાવે છે, [QE][QS]પણ ડાહ્યા માણસો રોષને સમાવે છે. [QE]
9. [QS]જ્યારે ડાહ્યો માણસ મૂર્ખ સાથે વાદવિવાદમાં ઊતરે છે, ત્યારે કાં તો તે ગુસ્સે થાય છે અગર તે હસે છે, [QE][QS]પણ તેને કંઈ નિરાંત વળતી નથી. [QE]
10. [QS]લોહીના તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે [QE][QS]તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે. [QE]
11. [QS]મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બહાર ઠાલવે છે, [QE][QS]પણ ડાહ્યો માણસ પોતાની જાતને કાબૂમાં રાખે છે અને ક્રોધ સમાવી દે છે. [QE]
12. [QS]જો કોઈ શાસનકર્તા જૂઠી વાતો સાંભળવા માટે ધ્યાન આપે, [QE][QS]તો તેના સર્વ સેવકો ખરાબ થઈ જાય છે. [QE]
13. [QS]ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; [QE][QS]અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે. [QE]
14. [QS]જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, [QE][QS]તેનું રાજ્યાસન સદાને માટે સ્થિર રહેશે. [QE]
15. [QS]સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; [QE][QS]પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે. [QE]
16. [QS]જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે; [QE][QS]પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે. [QE]
17. [QS]તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે [QE][QS]અને તે તારા આત્માને આનંદ આપશે. [QE]
18. [QS]જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો મર્યાદા છોડી દે છે, [QE][QS]પણ નિયમના પાળનાર આશીર્વાદિત છે. [QE]
19. [QS]માત્ર શબ્દોથી ગુલામોને સુધારી શકાશે નહિ, [QE][QS]કારણ કે તે સમજશે તો પણ ગણકારશે નહિ. [QE]
20. [QS]શું તેં ઉતાવળે બોલનાર માણસને જોયો છે? [QE][QS]તેના કરતાં કોઈ મૂર્ખ તરફથી વધારે આશા રાખી શકાય. [QE]
21. [QS]જે માણસ પોતાના ચાકરને નાનપણથી વહાલપૂર્વક ઉછેરે છે, [QE][QS]આખરે તે તેનો દીકરો થઈ બેસશે. [QE]
22. [QS]ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે [QE][QS]અને ગુસ્સાવાળો માણસ ઘણા ગુના કરે છે. [QE]
23. [QS]અભિમાન માણસને અપમાનિત કરે છે, [QE][QS]પણ નમ્ર વ્યક્તિ સન્માન મેળવે છે. [QE]
24. [QS]ચોરનો ભાગીદાર તેનો પોતાનો જ દુશ્મન છે; [QE][QS]તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી. [QE]
25. [QS]માણસની બીક ફાંદારૂપ છે; [QE][QS]પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે. [QE]
26. [QS]ઘણા માણસો અધિકારીની કૃપા શોધે છે, [QE][QS]પણ ન્યાય તો યહોવાહ પાસેથી જ મળી શકે છે. [QE]
27. [QS]અન્યાયી માણસ નેકીવાનને કંટાળાજનક છે, [QE][QS]અને નેકીવાન દુષ્ટોને કંટાળાજનક છે. [QE]