1. [QS]જેમ ઉનાળામાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય [QE][QS]તેમ મૂર્ખને સન્માન શોભતું નથી. [QE]
2. [QS]ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, [QE][QS]વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી. [QE]
3. [QS]ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, [QE][QS]તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે. [QE]
4. [QS]મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, [QE][QS]રખેને તું પણ તેના જેવો ગણાય. [QE]
5. [QS]મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, [QE][QS]નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે. [QE]
6. [QS]જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે [QE][QS]તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે. [QE]
7. [QS]મૂર્ખના મુખેથી અપાતી શિખામણ [QE][QS]પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે. [QE]
8. [QS]જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, [QE][QS]તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે. [QE]
9. [QS]જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે [QE][QS]તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે. [QE]
10. [QS]ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે [QE][QS]પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે. [QE]
11. [QS]જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, [QE][QS]તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે. [QE]
12. [QS]પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? [QE][QS]તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે. [QE]
13. [QS]આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! [QE][QS]ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.” [QE]
14. [QS]જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, [QE][QS]તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે. [QE]
15. [QS]આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો [QE][QS]પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે. [QE]
16. [QS]હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં [QE][QS]આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. [QE]
17. [QS]જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે [QE][QS]તે કૂતરાના કાન પકડનારના જેવો છે. [QE]
18. [QS]જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે, [QE]
19. [QS]તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, [QE][QS]કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?” [QE]
20. [QS]બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. [QE][QS]અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે. [QE]
21. [QS]જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, [QE][QS]તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે. [QE]
22. [QS]નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; [QE][QS]તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે. [QE]
23. [QS]કુટિલ હૃદય અને મીઠી વાણી [QE][QS]એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે. [QE]
24. [QS]ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે [QE][QS]અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે. [QE]
25. [QS]તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, [QE][QS]કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે. [QE]
26. [QS]જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, [QE][QS]તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે. [QE]
27. [QS]જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે [QE][QS]અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે. [QE]
28. [QS]જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; [QE][QS]અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે. [QE]