1. [QS]દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, [QE][QS]તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર. [QE]
2. [QS]કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે [QE][QS]અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે. [QE]
3. [QS]ડહાપણ વડે ઘર બંધાય છે [QE][QS]અને બુદ્ધિથી તે સ્થિર થાય છે. [QE]
4. [QS]ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા [QE][QS]સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. [QE]
5. [QS]બહાદુર માણસ બળવાન હોય છે, [QE][QS]પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે. [QE]
6. [QS]કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે [QE][QS]અને વધારે સલાહકારીઓમાં સલામતી છે. [QE]
7. [QS]ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; [QE][QS]તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી. [QE]
8. [QS]જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે [QE][QS]તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે. [QE]
9. [QS]મૂર્ખની યોજનાઓ પાપી છે [QE][QS]અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે. [QE]
10. [QS]જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, [QE][QS]તો તારું બળ થોડું જ છે. [QE]
11. [QS]જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ [QE][QS]જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ. [QE]
12. [QS]જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” [QE][QS]તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? [QE][QS]અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? [QE][QS]અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ? [QE]
13. [QS]મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, [QE][QS]મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. [QE]
14. [QS]ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, [QE][QS]જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે [QE][QS]અને તારી આશા વ્યર્થ જશે નહિ. [QE]
15. [QS]હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર [QE][QS]આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, [QE][QS]તેના ઘર પર આક્રમણ કરીશ નહિ. [QE]
16. [QS]કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે [QE][QS]તોપણ તે પાછો ઊભો થશે, [QE][QS]પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે. [QE]
17. [QS]જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર [QE][QS]અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ. [QE]
18. [QS]નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે [QE][QS]અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. [QE]
19. [QS]દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ [QE][QS]અને દુષ્ટોની અદેખાઈ ન કર. [QE]
20. [QS]કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી [QE][QS]અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે. [QE]
21. [QS]મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; [QE][QS]બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ, [QE]
22. [QS]કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે [QE][QS]અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે? [QE]
23. [QS]આ પણ જ્ઞાનીઓનાં વચન છે. [QE][QS]ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. [QE]
24. [QS]જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” [QE][QS]તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે. [QE]
25. [QS]પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે [QE][QS]અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે. [QE]
26. [QS]જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, [QE][QS]તે હોઠોનું ચુંબન કરે છે. [QE]
27. [QS]તારું બહારનું કામ તૈયાર રાખ [QE][QS]અને તારા ખેતરનું કામ તૈયાર કર [QE][QS]અને ત્યારપછી તારું ઘર બાંધ. [QE]
28. [QS]વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહિ [QE][QS]અને તારા હોઠોથી ઠગાઈ ન કર. [QE]
29. [QS]એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; [QE][QS]તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.” [QE]
30. [QS]હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને [QE][QS]તથા બેવકૂફ માણસની દ્રાક્ષાવાડી પાસે થઈને જતો હતો; [QE]
31. [QS]ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, [QE][QS]જમીન કાંટાથી છવાઈ ગઈ હતી [QE][QS]અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો. [QE]
32. [QS]પછી મેં જોયું અને વિચાર કર્યો; [QE][QS]હું સમજ્યો અને મને શિખામણ મળી. [QE]
33. [QS]હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, [QE][QS]થોડીક વાર હાથ વાળીને સૂવા દો. [QE]
34. [QS]એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ [QE][QS]અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે. [QE]